
તાલિબાનને ભારતનો સણસણતો જવાબઃ મસ્જિદમાંથી નીકળતા મુસ્લિમોને ગોળી નથી મરાતી
- કેન્દ્રીય મંત્રી મુખ્યાત અબ્બાસ નકવીનું નિવેદશ
- તાલિબાનને પોતાના પર અધ્યાન આપવા સલાહ
- ભારતમાં બંધારણ સર્વોપરીઃ નકવી
દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ દુનિયાના મોટાભાગના દેશો ચિંતિત બન્યાં છે. જો કે, તાલિબાને તાજેતરમાં જ કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃતિ માટે નહીં થવા દેવાય. દરમિયાન ગઈકાલે તાલિબાને આ નિવેદન ઉપરથી પલટી મારી હોય તેમ કાશ્મીરી મુસલમાનો અવાજ ઉઠાવવો એ અમારો હક્ક હોવાનું નિવેદન કર્યું હતું. જો કે, ભારતની નરેન્દ્ર મોદી સરકારે તાબિલાનને સણસતો જવાબ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, ભારત અને અફઘાનિસ્તાનમાં બહુ અંતર છે. તેઓ અહીંના મુસલમાનોની ચિંતા છોડીને પોતાના પર ધ્યાન આપે. ભારતમાં બધાને પોત-પોતાનો ધર્મ માનવાની છૂટ છે પરંતુ આ દેશમાં બધાથી ઉપર બંધારણ છે.
અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, ભારતમાં મસ્જિદમાંથી નમાજ અદા કરીને નીકળતા મુસ્લિમોને ગોળી નથી મારવામાં આવતી, તેમના હાથ-પગ કાપવામાં નથી આવતા, છોકરીઓને શાળાએ જતી અટકાવવામાં ની આવતી. ભારતમાં ધર્મના નામે અરાજકતા નથી. અહીં બંધારણ જ સૌથી મોટો ધર્મ છે. દેશમાં લોકશાહી છે અને અહીં જનતાને પોત-પોતાના ધર્મનું પાલન કરવાની છુટ આપવામાં આવે છે. જો કે, સૌથી ઉપર ભારતીય બંધારણ છે આ દેશમાં બધાથી ઉપર બંધારણ છે. દેશ તેના વડે જ ચાલે છે અને બંધારણ તમામ સમુદાયના લોકોને વિકાસનો સમાન અવસર આપે છે.