
કોરોના સામે ભારતની મજબૂત લડત: ઓક્સિજન એક્સપ્રેસ કુલ 450 MT ઓક્સિજનની ડિલિવરી કરશે
- કોરોના સામેની સરકારની મજબૂત લડાઈ
- યુદ્ધના ધોરણે ચાલી રહી છે તૈયારીઓ
- રાજ્યોને ઓક્સિજન પહોંચાડવા દોડી ઓક્સિજન એક્સપ્રેસ
નવી દિલ્લી: કોરોના સામેની લડાઈમાં કોઈ પણ વ્યક્તિનો જીવ ઓક્સિજનની અછતના કારણે ન જાય તે માટે હાલ સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર દ્વારા સ્પેશિયલ ઓક્સિજન એક્સપ્રેસ પણ દોડાવવામાં આવી છે જે હાલ 450 MT ઓક્સિજનની ડિલિવરી કરશે.
હજુ થોડા દિવસ અગાઉ વિઝાગથી મુંબઈ રિજન માટે ખાલી ટેંકર્સની પ્રથમ ટ્રેન રવાના થયા પછી અત્યાર સુધી ભારતીય રેલવેએ ભારતનાં વિવિધ રાજ્યોમાં 302 MT ઓક્સિજનના પુરવઠાનું સલામત અને સુરક્ષિત રીતે પરિવહન કર્યું છે. વધુ 154 MT લિક્વિડ મેડિકલ ઓક્સિજન એના મુકામ તરફ અગ્રેસર છે. રેલવેએ ઓક્સિજનનો પુરવઠો મેળવવા ઇચ્છતાં રાજ્યોને પ્રાણવાયુ ઓક્સિજનની અવરજવરના પડકારને સફળતાપૂર્વક ઝીલ્યો છે અને એનું ઝડપથી પરિવહન કરે છે.
વધુ એક ઓક્સિજન એક્સપ્રેસ બોકારા (ઝારખંડ)થી લખનઉ (ઉત્તરપ્રદેશ) માટે રવાના થઈ ગઈ છે, જેમાં 90 MT એલએમઓ (5 ટેંકરમાં) છે તથા આજે વહેલી સવારે લખનઉ પહોંચી જશે એવી અપેક્ષા છે.
અન્ય એક ખાલી ટેંક લખનઉથી બોકારો નીકળશે, જે ઓક્સિજનના એક વધુ ટેંકરનો સેટ લાવશે. રેલવે રાજ્ય સરકારો પાસેથી પ્રાપ્ત તમામ વિનંતી પર પ્રતિસાદ આપ્યો છે અને ઓક્સિજનની વધારાની ટ્રેનની જરૂરિયાતો માટે સંબંધિત સત્તામંડળો સાથે સતત સંપર્કમાં છે.