
ઈંગ્લેન્ડ સામે ભારતનો ચોથી ટેસ્ટમાં વિજય, 3-1થી સિરીઝ જીતી
અમદાવાદઃ ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમની સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમનો એક ઈનિંગ અને 25 રનથી જીત થયો હતો. આ મેચમાં અશ્વિન અને અક્ષર પટેલે પાંચ-પાંચ વિકેટ લીધી હતી. આમ 3-1થી ઈંગ્લેન્ડને પરાજય આપીને ભારતે સિરીઝ જીતી લીધી હતી.
અમદાવાદમાં નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ હતી. ટોસ જીતીને ઈંગ્લેન્ડે પહેલી બેટીંગ કરી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ બેટીંગ કરતા 205 રન બનાવ્યાં હતા. જ્યારે ભારતે પ્રથમ ઈનિંગમાં 365 રન બનાવ્યાં હતા. જેથી ભારતે ઈંગ્લેન્ડ પર 160 રનની લીડ પ્રાપ્ત કરી હતી.
બીજી ઈનિંગમાં 135 રનમાં ઈંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગયા હતા. આમ ભારતે ઈંગ્લેન્ડને એક ઈનિંગ અને 25 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી અશ્વિન-અક્ષરે 5-5 વિકેટો લીધી હતી. ચોથી ટેસ્ટમાં જીત બાદ ભારતે સિરીઝ 3-1ને કબજે કરી હતી. ટીમ ઈન્ડિયા WTC ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરશે.