
કોરોનાથી સંક્રમિત થયા છો? તો ધ્યાન રાખજો,તમને હાર્ટએટેકનું જોખમ વધુ
- કોરોનાથી સંક્રમિત લોકો સતર્ક રહો
- હાર્ટ એટેકનું જોખમ તમને વધારે
- સતર્ક રહો અને સ્વસ્થ રહો
કોરોનાવાયરસ મહામારી દેશમાં તથા વિશ્વમાં એ રીતે ફેલાઈ છે કે જેને લઈને હવે સૌ કોઈ કંટાળી ગયા છે. કોરોનાવાયરસને લઈને થતા સંશોધન ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. આવામાં એક ખુલાસો એવો પણ થયો છે કે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે, આવી સ્થિતિમાં દર્દીઓ માટે હૃદયનું યોગ્ય ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
જો કે શરૂઆતથી જ સ્પષ્ટ થઈ ગયું છે કે હૃદયના દર્દીઓ માટે કોરોના સંક્રમણ જોખમી છે. આવી સ્થિતિમાં હૃદયના દર્દીઓએ પોતાને કોરોનાના પ્રકોપથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા પડશે.
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ડાયાબિટીસ, હૃદયને લગતી ગંભીર બીમારીઓવાળા દર્દીઓમાં કોરોનાના લક્ષણો ગંભીર રીતે જોવા મળે છે. આ દર્દીઓએ શરૂઆતના સમયમાં કોરોનાના લક્ષણોને હળવાશથી ન લેવું જોઈએ, કારણ કે તે પછીથી ગંભીર સ્વરૂપ લઈ શકે છે. કોરોના સંક્રમણનો શિકાર ન થવા અને હૃદય રોગના જોખમને ઘટાડવા માટે તમારે નિયમિતપણે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
જો તમે હૃદય સંબંધિત બીમારીઓના દર્દી છો તો એકવાર તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી શક્ય તેટલી વહેલી તકે કોરોનાની રસી લો. કોરોનાની રસી લેવાથી તમને ચેપ લાગવાનું જોખમ ઘણું ઓછું છે અને તમને ચેપથી રક્ષણ મળે છે. જો તમને રસી પછી પણ કોરોના થાય છે તો ગંભીર સ્થિતિની શક્યતા ઓછી છે. હૃદય રોગથી પીડિત લોકોમાં કોરોના ચેપનું જોખમ વધી જાય છે, તેથી તમારે તમારા ડૉક્ટરની દેખરેખ હેઠળ બૂસ્ટર ડોઝ પણ લેવો જોઈએ.