
જમ્મુ કાશ્મીરના તંગધારમાં સેનાના જવાનોએ ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો , એક આતંકી ઠાર
- જમ્મુ કાશ્મીરમાં એક આતંકી ઠાર
- ઘુસણખઓરીના પ્રયત્નને સેનાએ બનાવ્યો નિષ્ફળ
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં લાગેલા હોય છે ત્યારે ફરી એક વખત જમ્મુ કાશ્મીરના તંગઘાર સેક્ટરમાં ઘુસણખોરી કરી રહેલા આતંકીને સેનાએ ઠાર કર્યો છએ
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં એલઓસી નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સુરક્ષા દળોએ ઠાર કર્યો છે. આતંકવાદીઓની સંભવિત ઘૂસણખોરી અંગે ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી વિશ્વસનીય માહિતીના આધારે 24ની વહેલી સવારે અંદાજે 4 વાગ્યે આસપાસ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આજે વહેલી સવારે 4 વાગ્યે આસપાસ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાઈ આવી હતી જેને લઈને સંયુક્ત ઓપરેશન હેઠળ સેનાના જવાનોએ એટેક કરીને નિયંત્રણ રેખાથી લગભગ 800 મીટરના અંતરે એક ઘૂસણખોર પર વાર કર્યો હતો. ત્યાર બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક આતંકવાદીનો મૃતદેહ એક એકે સિરીઝની રાઈફલ સાથે મળી આવ્યો હતો.
જાણકારી પ્રમાણે મૃત આતંકી પાસેથી હથિયારો મળી આવ્યા હતા જેમાં કુલ 03 એકે રાઈફલ્સ અને છ મેગેઝિન હતા. આ સિવાય એકે રાઈફલના 200 થી વધુ રાઉન્ડ, 03 x મેગેઝિન સાથે 03 x પિસ્તોલ, 02 x ચાઇનીઝ ટાઇપ ગ્રેનેડ અને દવાઓ, ખાવાની વસ્તુઓ વગેરે સહિત અન્ય વસ્તુઓ મળી આવી હતી
ઉલ્લેખનીય છએ કે અહી સેનાના જવાનો સતત એક્ટચિવ રહે છે કોઈપણ ખતરાને પહોંચી વળવા તેઓ દિવસ રાત મહેનત કરતા હોય છએ અને બાજ નજર એલએસી પર માંડીને બેઠા હબોય છે ભારતીય સેના એલઓસી પર સતર્ક રહે છે, કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતાને ખલેલ પહોંચાડવા માટે વિરોધીને આતંકવાદીઓને ઘૂસણખોરી કરવાની મંજૂરી ન આપવાના તેના કાર્યમાં અડગ રહેવાના તમામ પ્રયાસો કરે છે.ત્યારે વધુ એક ઘુસણખોરીનો પ્રયત્ન નિષઅફળ બનાવ્યો હતો.
tags:
Jammu KAshmir