1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય નૌકાદળમાંથી 32 વર્ષ બાદ INS અજય થયું નિવૃત્ત -કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી
ભારતીય નૌકાદળમાંથી 32 વર્ષ બાદ INS અજય થયું નિવૃત્ત -કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

ભારતીય નૌકાદળમાંથી 32 વર્ષ બાદ INS અજય થયું નિવૃત્ત -કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

0
Social Share
  • 32 વર્ષ બાદ નૌસેનામાંથી આઈએનએસ અજય નિવૃત્ત થયું
  • કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને આપી હતી માત

દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ વધુને વધુ મજબૂત બની રહી છે ત્યારે સેનામાંથી અતિશય જૂના સંસાધનો અને જહાજોને નિવૃત્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ભારતીય નૌસેનામાંથી 32 વર્ષ બાદ આઈએનએસ અજયને વિતેલા દિવસે નિવૃત્ત કરવામાં આવ્યું છે.

વિતેલા દિવસે મુંબઈના નેવલ ડોકયાર્ડમાં પરંપરાગત રીતે વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રધ્વજ, નૌકાદળનું ચિહ્ન અને જહાજનું ડીકમિશનિંગ પેનન્ટ છેલ્લે સૂર્યાસ્ત સમયે નીચે ઉતારવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળના જહાજ P34નું નામ આઈએનએસ અજય હતું. લાંબા અંતરના ટોર્પિડો અને એન્ટી સબમરીન રોકેટથી સજ્જ હોવાને કારણે આઈએનએસ અજયને ‘સબમરીન હન્ટર’ તરીકે પણ જાણીતું હતું 

 

ઉલ્લેખનીય છે કે  આ આઈએનએસની સફર વિશે જો વાત કરીએ તો તે શાનદાર રહી અને મનહત્વપૂર્ણ રહી છે કારણ કે યુદ્ધ જહાજએ 32 વર્ષ સુધી દેશ માટે સેવા આપી. વિતેલા દિવસને સોમવારે તેને નિવૃ્તિ આપવામાં આવી.

આ આઈએનએસ અજય જહાડને સંપૂર્ણ સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. આઈએનએસ અજયે કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. આ યુદ્ધમાં આ જહાસની મહત્વની ભૂમિકા રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code