ભૂજ, 3 જુન, 2026 : Intensive patrolling by Marine Commandos ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં કચ્છના દરિયામાં એક જહાજને રોકીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. ડ્ર્ગ્સની હેરાફેરી માટે કચ્છનો દરિયો પ્રવેશ દ્વાર બની ગયો છે. દરિયા કાંઠે સમયાંતરે ડ્રગ્સના બિનવારસી પેકેટો પણ મળી આવતા હોય છે. ત્યારે મરીન કમાન્ડોએ પેટ્રોલિંગ સઘન બનાવીને સતત નજર રાખવામાં આવી રહી છે. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા મંગળવારે કચ્છના દરિયાઈ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મરીન ટાસ્ક ફોર્સ અને મરીન કમાન્ડો દ્વારા કચ્છના સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર સિંધોડી બીચ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ભારત સોલ્ટ અને શિયાળબારી સુધી સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દેશ વિરોધી તત્વો દ્વારા દરિયાઈ માર્ગનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા સુરક્ષા દળો સતર્ક છે. સ્થાનિક માછીમારોને પણ શંકાસ્પદ બોટ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક જાણ કરવા અને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
કચ્છના દરિયામાં મરીન કમાન્ડો અને ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ગઈકાલે મરીન કમાન્ડોએ સિંધોડી બીચ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ભારત સોલ્ટ અને શિયાળબારી સુધી સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. અને સ્થાનિક માછીમારોને પણ સુચના આપવામાં આવી છે કે, કોઈ અજાણી બોટ દેખાય તો ત્વરિત જાણ કરવી. મરીન કમાન્ડોની સતર્કતાથી ડ્રગ્સ માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

