1. Home
  2. ગુજરાતી
  3. ચીનને હવે યુએસ આપશે ટક્કર, ચીનના બેલ્ટ રોડ ઇનિશ્યેટિવ સામે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં યુએસ કરશે રોકાણ
ચીનને હવે યુએસ આપશે ટક્કર, ચીનના બેલ્ટ રોડ ઇનિશ્યેટિવ સામે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં યુએસ કરશે રોકાણ

ચીનને હવે યુએસ આપશે ટક્કર, ચીનના બેલ્ટ રોડ ઇનિશ્યેટિવ સામે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં યુએસ કરશે રોકાણ

0
Social Share
  • ચીનને ટક્કર આપશે યુએસ
  • ચીનની બેલ્ટ-રોડ-ઇનિશ્યેટિવ સામે અમેરિકા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં કરશે રોકાણ
  • અમેરિકા વિશ્વના 5-10 ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં કરશે રોકાણ

નવી દિલ્હી: ચાલબાઝ અને વિસ્તારવાદ માટે કુખ્યાત એવા ચીનને ટક્કર આપવા માટે યુએસ હવે મેદાનમાં ઉતર્યું છે. ચીનના બેલ્ટ રોડ ઇનિશ્યેટિવ સામે અમેરિકા હવે વિશ્વમાં 5-10 ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ યોજના નીચે અમેરિકાએ સેનેગલ અને ઘાના જેવા દેશોમાં ઓછામાં ઓછા 10 જરૂરી પ્રોજેક્ટ જુદા તારવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ પ્રોજેક્ટસની બ્લૂ પ્રિન્ટ માટે અમેરિકાના અધિકારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના માલિકો સાથે સતત ચર્ચા વિચારણા કરી રહ્યાં છે. આ સર્વે સાથે 7 દેશોના ઇજનેરો અને અધિકારીઓ પણ જોડાયા છે. તેઓ પણ બિલ્ડ ફોર બેટર વર્લ્ડ ઇનિશ્યેટિવ નીચે જુદા જુદા પ્રોજેક્ટ્સ તારવી રહ્યાં છે. આ પ્રોજેક્ટ્સને ડિસેમ્બરમાં યોજાનારી જી-7ની બેઠકમાં અંતિમ રૂપ અપાશે.

અહેવાલોનું માનીએ તો, અમેરિકાના એક પ્રતિનિધિ મંડળે અગાઉ ઇક્વાડોર, પનામા, કોલંબિયા જેવા દેશોની મુલાકાત લીધી હતી. પરંતુ એક પણ એશિયાઇ દેશનો ઉલ્લેખ નહોતો કર્યો. G-7 દેશોની આ પહેલથી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને 40 ટ્રિલિયન ડૉલર સુધી લઇ જવાશે.

નોંધનીય છે કે, અમેરિકા વિકાસશીલ દેશોને પર્યાવરણ, સ્વાસ્થ્ય, ડિજીટલ ટેક્નોલોજી વગેરે ઉપર કામ કરવા માટે કર્જ ગેરેન્ટી, રાજકીય વીમો, ગ્રાન્ટ વગેરે દ્વારા પૂરી નાણાંકીય સહાય પૂરી પાડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code