1. Home
  2. ગુજરાતી
  3. મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022 : જાણો શું છે આ દિવસનું મહત્વ?
મહિલાઓ સામેની  હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022 : જાણો શું છે આ દિવસનું મહત્વ?

મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022 : જાણો શું છે આ દિવસનું મહત્વ?

0
Social Share

દિલ્હી: મહિલા સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022: ‘મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ’ દર વર્ષે 25 નવેમ્બરે મહિલાઓ સામેની હિંસા અટકાવવા અને વિશ્વભરમાં મહિલાઓને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) અનુસાર, વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન મહિલાઓ અને બાળકો સામેના પરંપરાગત ગુનાઓમાં ઘટાડો થયો હતો, પરંતુ દેશમાં અપરાધિક કેસોમાં ચોક્કસપણે 28 ટકાનો વધારો થયો હતો. NCRB મુજબ, 2020 માં, દેશમાં દરરોજ લગભગ 77 જાતીય શોષણના કેસ નોંધાયા હતા અને કુલ 28,046 કેસ નોંધાયા હતા.  તે જ સમયે, વિશ્વભરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના 3,71,503 કેસ નોંધાયા હતા, જે 2019 માં 4,05,326  હતા. આ દિવસ દર વર્ષે મહિલાઓ પ્રત્યે લોકોની વિચારસરણી બદલવા અને મહિલાઓને તેમના અધિકારોની માહિતી આપવા તથા તેમના અધિકારો માટે તેમણે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.

જાણો આ દિવસનો ઈતિહાસ:

25 નવેમ્બર, 1960 ના રોજ, ડોમિનિકન શાસક રાફેલ તુજિલોની સરમુખત્યારશાહીનો પેટ્રિયા મર્સિડીઝ, મારિયા આર્જેન્ટિના અને એન્ટોનિયો મારિયા ટેરેસા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે શાસકના આદેશ મુજબ ત્રણેય બહેનોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. ત્યારથી  1981 માં લેટિન અમેરિકા અને કેરેબિયન નારીવાદી એન્સેન્ટ્રોસના કાર્યકરોએ 25 નવેમ્બરના રોજ મહિલાઓ સામેની હિંસાનો સામનો કરવા અને આ ત્રણ બહેનોની પુણ્યતિથિ ઉજવવાનું નક્કી કર્યું. 17 ડિસેમ્બર 1999ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર સંઘે  સત્તાવાર ઠરાવ કરીને આ દિવસને આ રીતે ઉજવવાનો નક્કી કર્યો.

મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસનો ઉદ્દેશ:

આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓ સામે થતી હિંસા અટકાવવાનો અને મહિલાઓના મૂળભૂત માનવ અધિકારો અને લિંગ સમાનતા વિશે જાગૃતિ લાવવાનો છે.

આ વખતની થીમ શું છે?

મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ 2022 ની આ વર્ષની થીમ છે ‘એકજૂટ થવું’. સંયુક્ત રાષ્ટ્રની  ઓફિસિયલ વેબસાઈટ અનુસાર, આ અભિયાન 25 નવેમ્બરથી શરુ કરીને 16 દિવસ સુધી ચલાવવામાં આવશે. જેનું સમાપન 10  ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસે થશે.

(ફોટો: ફાઈલ)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code