આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષઃ સરકાર ટેકાના ભાવે બાજરી, જુવાર અને રાગીની ખરીદી કરાશે
- 15મી મેથી ખેડૂતો નોંધણી કરાવી શકશે
- એક મહિના સુધીમાં ટેકાના ભાવે ખરીદી કરાશે
- નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ખરીદી કરાશે
અમદાવાદઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. મિલેટ વર્ષ અંતર્ગત રાજ્યમાં આગામી દિવસોમાં ગુજરાત સરકાર ટેકા ભાવે બાજરી સહિતના મિલેટની ખરીદી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે બાજરી, જુવાર અને રાગીની ખરીદી કરાશે. ખેડૂતો તા. 15મે થી 31મી મે સુધી ખેડૂતો ઓનલાઈન નોંધણી કરવી શકશે. જ્યારે 15મે થી 15 જૂન સુધી ટેકાના ભાવે મિલેટની ખરીદી કરવામાં આવશે. સરકાર બાજરી રૂ. 2650, જુવાર રૂ. 3290 અને રાગી રૂ. 3878ના ભાવે ખરીદી કરાશે. ખેડૂત ખાતેદારો ગ્રામ્ય વિસ્તારના ઈ ધારા કેન્દ્રમાં નોધણી કરાવી શકશે. તેમજ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને તેમના પાકનું પુરતુ વળતર મળી રહે તે માટે સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન ગયા મહિને કમોસમી વરસાદને ખેતરમાં ઉભા પાકને નુકશાન થયું હતું. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. ખેડૂતોને નુકશાનામાં સહાય મળી રહે તે માટે સરકારે સર્વે કરાવ્યો હતો.