કિચન ટિપ્સઃ- શું તમે કોબીજ બેસનના આ ટેસ્ટી સેઝવાન રોલ ટ્રાય કર્યા છે જો નહી તો જાણીલો કઈ રીતે બને છે
સાહિન મુલતાની
સામગ્રી
- 1 નંગ મોટૂ કોબીજ
- 2 કપ બેસન
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- સ્વાદ પ્રમાણ મીઠું
સૌ પ્રથમ કોબીજના આગળના દાંડાને કટ કરીલો હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા રાખો પાણી ગરમ થાય એટલે આખુ કોબિઝ અંદર નાખીને 2 મિનિટ થવાદો આમ કોબિઝના પત્તા અલગ થશે હવે એક એક કોબિઝના પત્તા કાઢીને તેમાંથી જાડી રગ હોય તેને ચ્પપુ વડે કાઢી લો
હવે એક વાટકામાં બેસન લો તેમાં મરચાની પેસ્ટ અને મીઠું નાખીને જાડી પેસ્ટ બનાવો હવે આ પેસ્ટ કોબીઝના પત્તા પર લગાવીને તેને ચારેબાજુથી પેક થાય તે રીતે રોલ વાળઈદો હવે આ રોલને સ્ટિમ પર બાફીલો ત્યાર બાદ તેને ગોળ ગાોળ સમારીને રોલ બનાવી દો
રોલને વધારવા માટેની સામગ્રી અને રીત
- 1 નંગ જીણી સમારેલી ડુંગળી
- 1 ચમચી જીરુ
- 1 ચમચી રેડ ચીલી સોસ
- 1 ચમચી સેઝવાન ચટણી
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી આદુ મરચા અને લસણ જીણું સમારેલું
- 4 ચમચી જેટલા જીણા સનમારેલા કેપ્સિકમ મરચા
- 3 ચમચી તેલ
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ અને ડુંગળી સાંતળી લો
હવે તેમાં આદુ ,લસણ અને મરચા એડ કરીદો અને સાંતળો
ત્યાર બાદ તેમાં સેઝવાન ચટણી ,રેડ ચીલી સોસ અને સ્વાદ પ્રમાણે મીઠું તથા કેપ્સિકમ મરચા પણ એડ કરીલો
આ તમામને 2 મિનિટ સુધી પાકી જવાદો ત્યાર બાદ બોબિઝના રોલ અંદર એડ કરીને બરાબર મિક્સ કરી ઉપરથી ઘાણા નાખઈને સર્વ કરો તૈયાર છે કોબિઝના ટેસ્ટી રોલ.