1. Home
  2. ગુજરાતી
  3. અહો આશ્ચર્યમ ! વાંચો બોલિવિયાના એવા શહેર વિશે જ્યાં ક્યારેય આગ લાગતી જ નથી
અહો આશ્ચર્યમ ! વાંચો બોલિવિયાના એવા શહેર વિશે જ્યાં ક્યારેય આગ લાગતી જ નથી

અહો આશ્ચર્યમ ! વાંચો બોલિવિયાના એવા શહેર વિશે જ્યાં ક્યારેય આગ લાગતી જ નથી

0
Social Share
  • દુનિયાના અનેક શહેરોમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે
  • તેનાથી વિપરીત બોલિવિયાના લા પાઝમાં આગ લાગવાની એકપણ ઘટના બનતી નથી
  • આ માટે ત્યાં વાતાવરણમાં ઓક્સિજનની અછત જવાબદાર છે

બોલિવીયા: દુનિયાના નાના મોટા શહેરોમાં અનેકવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ફાયર બ્રિગેડ ફોર્સને હંમેશા તૈયાર રાખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા અને એમેઝોનના જંગલોમાં તો ક્યારેક એવી ભીષણ આગ લાગે છે કે આ આગ અનેક મહિનાઓ સુધી બુઝાતી નથી. પરંતુ તમને તેનાથી વિપરીત એ જાણીને નવાઇ લાગશે કે દક્ષિણ અમેરિકા સ્થિત બોલિવિયા દેશના પાટનગર લા પાઝમાં આગ લાગવાની એક પણ ઘટના બનતી નથી. આનું કારણ લા પાઝ શહેરનું ફાયરપ્રૂફ વ્યવસ્થાપન નહીં પરંતુ કુદરતી વાતાવરણ જવાબદાર છે. બોલિવિયાનું લા પાઝ સમુદ્રની સપાટીથી 12000 ફૂટની ઊંચાઇ પર આવેલું હોવાથી ઓક્સિજનની ત્યાં કમી રહે છે. તેને કારણ ત્યાં માચિસ પણ અનેક પ્રયત્ન બાદ સળગે છે.

સામાન્યપણે આગ માટે વાતાવરણમાં ઓક્સિજનની પૂરતી માત્રા હોવી આવશ્યક છે પરંતુ અહીંના વાતાવરણમાં નોર્મલ ઓક્સિજન હોવો જોઇએ તેના કરતાં ત્રીજા ભાગનો રહે છે. વિશ્વના સૌથી ઊંચાઇ પર આવેલા પાટનગર લા પેઝનું સરેરાશ તાપમાન 10 ડિગ્રી જેટલું રહે છે.

આ શહેરની સ્થાપના 500 વર્ષ પહેલા સ્પેનિશ લોકોએ કરી હતી. સ્પેનિશ ભાષામાં લા પાઝનો અર્થ અવર લેડી ઓફ પીસ એવો થાય છે. 300થી વધુ પણ વધુ અધિકૃત ભાષાઓ ધરાવતા બોલિવિયા દેશની મુલાકાતે આવતા લોકોને 9 લાખની વસતી ધરાવતા લા પાઝ શહેરનું ખૂબજ આકર્ષણ રહે છે.

પહેલીવાર બહારથી આવતા પર્યટકો પ્રારંભમાં ઓક્સિજનની અછતના કારણે ગુંગળામણ અનુભવતા હોય છે. તેમ છતાં લા પાઝના વિશિષ્ટ વાતાવરણનો અનુભવ કરતો તેઓને ગમે છે. જો કે અહીંયા રહેતા લોકો લા પેઝના આ અસાધારણ વાતાવરણમાં રહેવા ટેવાયેલા છે. મકાનોના બાંધકામમાં આગ પ્રૂફ ડિઝાઇનની માંગ વધી રહી છે ત્યારે લા પાઝ શહેર કુદરતી રીતે જ આગથી સુરક્ષિત છે જે એક કુદરતનું વરદાન જ કહી શકાય.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code