1. Home
  2. ગુજરાતી
  3. ચીનના મહત્વાકાંક્ષી ઇકોનોમિક કોરિડોરની ગોકળગાય ગતિથી ચીન પાકિસ્તાન પર ભડક્યું, ચીનના રાજદૂતે પણ પાકિસ્તાનની ઝાટકણી કાઢી
ચીનના મહત્વાકાંક્ષી ઇકોનોમિક કોરિડોરની ગોકળગાય ગતિથી ચીન પાકિસ્તાન પર ભડક્યું, ચીનના રાજદૂતે પણ પાકિસ્તાનની ઝાટકણી કાઢી

ચીનના મહત્વાકાંક્ષી ઇકોનોમિક કોરિડોરની ગોકળગાય ગતિથી ચીન પાકિસ્તાન પર ભડક્યું, ચીનના રાજદૂતે પણ પાકિસ્તાનની ઝાટકણી કાઢી

0
Social Share
  • ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં ઢીલાશથી ચીન પાકિસ્તાન પર ભડક્યું
  • પાકિસ્તાનમાં ચીનનો આ પ્રોજેક્ટ ગોકળગાય ગતિએ ચાલી રહ્યો છે
  • ચીનનારાજદૂતે પણ પાકિસ્તાનની ઝાટકણી કાઢી

નવી દિલ્હી: પાકિસ્તાનને પોતાનું નિકટવર્તી ગણાવતું ચીન હવે પાકિસ્તાન પર જ ભડક્યું છે. હકીકતમાં, ચીનની આ નારાજગી પાછળ ચીનની મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડના ભાગરૂપે બની રહેલા ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે.

હકીકતમાં, પાકિસ્તાનમાં આ પ્રોજેક્ટ ગોકળગાય ગતિએ આગળ વધી રહ્યો છે જેને લઇને ચીન અકળાયેલું છે. પાકિસ્તાન સેનેટની એક પેનલે પણ આ પ્રોજેક્ટ પર છેલ્લા ત્રણ વર્ષમાં થયેલી શૂન્ય પ્રગતિને લઇને નારાજગી વ્યક્ત કરી છે. આ પેનલના અધ્યક્ષ સલીમ માંડવીવાલાએ કહ્યું હતું કે, મને ચીનના રાજદૂતે ફરિયાદ કરી છે કે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને તમે બરબાદ કરી દીધો છે.

આપને જણાવી દઇએ કે, 60 અબજ ડૉલરના આ પ્રોજેક્ટને પાકિસ્તાન માટે ત્યાંના નેતાઓ પણ લાઇફ લાઇન ગણાવી રહ્યાં છે.

પ્રોજેક્ટમાં મંદ ગતિને ધ્યાનમાં લઇને આ પ્રોજેક્ટ માટેની ઓથોરિટીના પ્રમુખ તરીકે સલીમ બાજવાને હટાવીને ખાલિસ મન્સૂરને મૂકવામાં આવ્યા છે. તેમણે પણ કહ્યું છે કે, ચીનની કંપનીઓ તેમજ સરકાર આ કોરિડોરની કામગીરીની ધીમી ગતિથી ખુશ નથી. હું પોતે ગ્વાદરમા બની રહેલા એરપોર્ટના કામમાં થઇ રહેલા વિલંબથી નાખુશ છું. જો કે તેમણે સેનેટની પેનલને આશ્વાસન આપ્યું છે કે, હવે આ યોજના રિકવરી મોડ પર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code