1. Home
  2. ગુજરાતી
  3. પેંગોંગ લેકને અડીને ચીનની અવળચંડાઇ, ચીની સૈનિકો કર્યા તૈનાત
પેંગોંગ લેકને અડીને ચીનની અવળચંડાઇ, ચીની સૈનિકો કર્યા તૈનાત

પેંગોંગ લેકને અડીને ચીનની અવળચંડાઇ, ચીની સૈનિકો કર્યા તૈનાત

0
  • પેંગોંગ લેકને અડીને ચીને સૈનિકો કર્યા તૈનાત
  • ચીન ભારત સાથે તણાવ ઓછો કરવા નથી માંગતુ
  • ચીને ફ્યુલ ટેન્ક, સૈનિકોના રહેવા માટેના બાંધકામ પણ કર્યા છે

નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ પણ તણાવ યથાવત્ છે અને ચીન ભારત સાથે તણાવ પર પૂર્ણવિરામ મૂકવાને બદલે તેને વધારી રહ્યું છે.

એક ઑપન ઇન્ટેલિજન્સ સોર્સના એક અહેવાલ પ્રમાણે ચીને લદ્દાખના પેંગોંગ લેકને અડીને જ પોતાના સૈન્યને તૈનાત કરી રાખી હોવાનો ખુલાસો થયો છે.

આપને જણાવી દઇએ કે અગાઉ પેંગોંગ લેક વિસ્તારમાં બંને દેશો વચ્ચે સેના પાછળ હટાવવા માટે અને પેટ્રોલિંગ નહીં કરવા માટે સંમતિ સધાઇ હતી. એ પછી ચીને પોતાની સેનાને પેંગોંગ લેકના ફિંગર ચાર વિસ્તારમાંથી હટાવીને ફિંગર આઠની પાછળ તૈનાત કરી દીધી છે. જો કે વિવાદાસ્પદ જગ્યાથી નજીક ચીની સૈન્ય ઉપસ્થિત હોવાનું તસવીરમાં સ્પષ્ટ થઇ રહ્યું છે.

પેંગોંગ લેકના જે વિસ્તારમાં પેટ્રોલિંગ નહીં કરવા માટે સમાધાન થયુ છે તેનાથી થોડે જ દૂર ચીની સેનાએ બેઝ બનાવ્યુ છે અને અહીંયા ચીને ફ્યુલ ટેન્ક, સૈનિકોના રહેવા માટેના બાંધકામ પણ કર્યા છે.

સેટેલાઈટ તસવીરોથી સાબિત થઈ રહ્યુ છે કે, ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ હજી પણ યથાવત છે. ઉલ્લેખનીય છે કે, લદ્દાખ સરહદે દેમચોક વિસ્તારમાં પણ ફરી ચીને ઘૂસણખોરી કરી હોવાના અને તંબુ ઉભો કરી દીધો હોવાના અહેવાલો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.