
ગૌરવની ક્ષણ: પાકિસ્તાનમાં 26 વર્ષીય હિંદુ યુવતી બની પ્રથમ હિંદુ મહિલા DSP
- પાકિસ્તાનમાં હિંદુ યુવતીએ રચ્યો ઇતિહાસ
- પાકિસ્તાનમાં આ હિંદુ યુવતી બની પહેલી હિંદુ મહિલા DSP
- સિંધ રાજ્યના પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા કરી પાસ
નવી દિલ્હી: આતંકીઓને શરણ આપતા પાકિસ્તાનમાં હિંદુઓ પર થતા દમનના કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા હોય છે. અહીંયા હિંદુઓ માટે જીવન ખૂબ જ અઘરુ અને અસહ્ય છે. આ સંજોગોમાં પણ હવે પાકિસ્તાનમાં એક 26 વર્ષની હિંદુ યુવતીએ ઇતિહાસ રચ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 26 વર્ષની મનીષા રોપેટા પાકિસ્તાનની પ્રથમ હિંદુ મહિલા ડીએસપી બની છે. આમ તો સિંધ પ્રાંતની જેકોબાબાદ જીલ્લાની રહેવાસી છે પણ વર્ષો પહેલા તેનો પરિવાર કરાંચી સ્થળાંતરિત થયો છે. અહીંયા તેણે ફિઝિયોથેરાપીમાં ડોક્ટરેટની પદવી હાંસલ કરી છે તેમજ એ પછી તેણે તાજેતરમાં સિંધ રાજ્યના પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી હતી. જેમાં તેણે 16મું સ્થાન મળ્યું છે.
તેની નિમણૂંક પોલીસ તંત્રમાં ડીએસપી તરીકે કરવામાં આવી છે. તેની આ સિદ્વિ બાદ તેની સોશિયલ મીડિયા પર પ્રશંસા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. એક હિંદુ યુવતીને પાકિસ્તાનમાં એક ઉચ્ચ પદ પર થયેલી નિમણૂંક દરેક ભારતીય માટે પણ ગૌરવપૂર્ણ બાબત કહી શકાય.
(સંકેત)