INTERNATIONALગુજરાતી

માઇક્રોસોફ્ટ ટિકટૉકનો અમેરિકન બિઝનેસ ખરીદી શકે, વાતચીત અંતિમ તબક્કામાં

  • ભારત બાદ હવે અમેરિકામાં પણ ટિકટૉક પર પ્રતિબંધની તૈયારી
  • આ વચ્ચે માઇક્રોસોફ્ટ ટિકટૉકનો અમેરિકન બિઝનેસ ખરીદી શકે
  • આ માટેની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે

ભારતમાં પ્રતિબંધ બાદ ચીનની મ્યૂઝિક એપ ટિકટોક પર અમેરિકામાં પણ પ્રતિબંધ લાગી શકે છે. પ્રતિબંધની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે ત્યારે ટિકટોકના વેચાવા અંગેના સમાચાર આવી રહ્યા છે. રોઇટર્સ અનુસાર ટેક દિગ્ગજ માઇક્રોસોફ્ટ ટિકટોકનો અમેરિકાનો બિઝનેસ ખરીદે તેવી શક્યતા છે. આ અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ટેક દિગ્ગજ માઇક્રોસોફ્ટ કંપની ટિકટૉકના અમેરિકન બિઝનેસને ખરીદવા માટે ખૂબ આગળ વધી ગઇ છે. આ સોદો અબજો ડોલરમાં થઇ શકે છે. સોમવાર સુધી આ સોદો પૂર્ણ થઇ શકે છે. સોદો માટેની વાતચીતમાં માઇક્રોસોફ્ટ, બાઇટડાન્સ અને વ્હાઇટ હાઉસના પ્રતિનિધિ સામેલ થઇ શકે છે. વાતચીતમાં કઇ પણ શક્ય છે, સોદો ન થાય તેવું પણ બને. ટિકટોકનું માલિકત્વ ચીનની બાઇટડાન્સ કંપની ધરાવે છે.

નોંધનીય છે કે ભારત પછી હવે અમેરિકામાં પણ ટિકટૉક પર ગમે ત્યારે પ્રતિબંધ લાગી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીની એપ ટિકટૉક પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેઓ અનેક વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે.

(સંકેત)

Related posts
INTERNATIONALગુજરાતી

ભારત થયું ગૌરવાન્તિત! TIMEની પ્રથમ ‘કિડ ઑફ ધ યર’ બની ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ

ભારતીય મૂળની 15 વર્ષીય અમેરિકન કિશોરી ગીતાંજલિ રાવે ભારતને કર્યું ગૌરવાન્તિત તેના શાનદાર કાર્ય માટે તેને ટાઇમ મેગેઝિને કિડ ઑફ ધ યર…
INTERNATIONALગુજરાતી

પત્રકારનો દાવો, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન કાશ્મીરમાં આતંકીઓ મોકલવાની બનાવી રહ્યા છે યોજના

તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ એર્દોગેનનું પાકિસ્તાનને સમર્થનની વાતનો વધુ એક ખુલાસો તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન કાશ્મીરમાં આતંકીઓ મોકલવાની યોજના બનાવી રહ્યા છે ગ્રીસના એક…
INTERNATIONALગુજરાતી

અમેરિકી ઇન્ટેલિજન્સનો દાવો, ચીનના 1000 જાસૂસો અમેરિકામાં કાર્યરત

અમેરિકામાં હાલમાં સત્તા પલટાની પ્રક્રિયા વચ્ચે નેશનલ ઇન્ટેલિજન્સનો ચીનને લઇને દાવો ચીની જાસૂસો બાઇડેનની નવી ટીમને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે…

Leave a Reply