1. Home
  2. ગુજરાતી
  3. Oscars Awards 2021: એન્થની હોપકિન્સને બેસ્ટ એક્ટરનો એવોર્ડ, આ કલાકારને અપાઇ શ્રદ્વાંજલિ
Oscars Awards 2021: એન્થની હોપકિન્સને બેસ્ટ એક્ટરનો એવોર્ડ, આ કલાકારને અપાઇ શ્રદ્વાંજલિ

Oscars Awards 2021: એન્થની હોપકિન્સને બેસ્ટ એક્ટરનો એવોર્ડ, આ કલાકારને અપાઇ શ્રદ્વાંજલિ

0
Social Share
  • વિશ્વના સૌથી મોટા એવોર્ડ ઓસ્કાર અવોર્ડ 2021ની જાહેરાત
  • એન્થની હોપકિન્સને બેસ્ટ એક્ટરનો એવોર્ડ
  • દિવંગત કલાકાર ઇરફાન ખાનને અપાઇ શ્રદ્વાંજલિ

નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા અને પ્રસિદ્વ એવોર્ડ એટલે કે ઓસ્કાર અવોર્ડ 2021ની પ્રતિક્ષા ફેન્સ લાંબા સમયથી કરી રહ્યા હતા ત્યારે હવે આ પ્રતિક્ષાનો અંત આવ્યો છે. આ વખતે કોવિડ-19ને કારણે અવોર્ડ મોડેથી શરૂ થયો. તે ઉપરાંત આ વખતે સેરેમની અલગ રહી. તેનું કારણ આ વખતે કોઇ હોસ્ટ કે દર્શક ન હતું. શો ડોલ્બી થિયેટરમાં બ્રોડકાસ્ટ થયો હતો. આ એવોર્ડ સમારોહમાં ક્લો ઝાઓને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

વાંચો ઓસ્કાર અવોર્ડ વિનરની પૂરી યાદી

બેસ્ટ ડાયરેક્ટર: ક્લો ઝાઓ (Chloe Zhao), Nomadland

બેસ્ટ પિક્ચર: Nomadland

બેસ્ટ ફીચર ફિલ્મ – ક્લો ઝાઓ (Chloe Zhao), Nomadland

બેસ્ટ એક્ટર – એન્થની હોપકિન્સ (ધ ફાધર)

એક્ટ્રેસ ઈન લીડિંગ રોલ – ફ્રાંસેસ મેકડોર્મેડ (ફિલ્મ Nomadland )

બેસ્ટ ઓરિજિનલ સ્કોર – ફાઈટ ફોર યૂ

બેસ્ટ ઓરિજિનલ સ્કોર – એનિમેટેડ ફિલ્મ Soul

હ્યુમેનીટેરિયન અવોર્ડ – ટાયલર પેરી

બેસ્ટ વિઝ્યૂઅલ ઈફેક્ટ – ટેનેટ (Tenet)

બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી – સાઉથ કોરિયન અભિનેત્રી Yuh-Jung Youn

બેસ્ટ ફિલ્મ એડિટિંગ – રિઝ અહમદની સાઉન્ટ ઓફ મેટલ

બેસ્ટ સિનેમેટોગ્રાફી – ગેરી ઓલ્ડમેન સ્ટારર Mank માટે Erik Messerschmidt

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન – ડાયરેક્ટર David Fincherની ફિલ્મ Mank

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ – નેટફ્લિક્સની ફિલ્મ My Octopus Teacher

બેસ્ટ ડોક્યુમેન્ટ શોર્ટ સબ્જેક્ટ – Colette

બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ – Soul

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – If Anything Happnes I love You

બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ – Two Distant Strangers

બેસ્ટ સાઉન્ડ – રિઝ અહમદની સાઉન્ડ ઓફ મેટલ

બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર – ફિલ્મ Nomadlandના ડાયરેક્ટર Chloe Zhao

બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલિંગ – Sergio Lopez- Rivera, Mia Neal, Jamika Wilsonને ફિલ્મ Ma Rainey’s Black Bottom

બેસ્ટ કોસ્ચ્યુમ – Ann Rothને Ma Rainey’s Black Bottom માટે

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – બ્રિટીશ આફ્રિકન સ્ટાર Daniel Kalluuya

બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ – Another Round (ડેન્માર્ક ફિલ્મ)

બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે – ક્રિસ્ટોફર હેમ્પટન અને ડાયરેક્ટર Florian Zeller (Anthony Hopkins ફિલ્મ)

બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે – ડાયરેક્ટર Emrald Fennel

નોંધનીય છે કે, ઓસ્કાર્સ ઈન મેમોરિયલ સેક્શનમાં હોલીવુડ સ્ટાર્સ ચેડવિક બોસમેન, સિસલી ટાયસન અને ક્રિસ્ટોફર પ્લમર સાથે ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code