1. Home
  2. ગુજરાતી
  3. કોવિડ ઇફેક્ટ: બેંક લોન લેનારાની સંખ્યા ઘટીને 59 વર્ષનાં સૌથી નીચા સ્તરે પહોંચી
કોવિડ ઇફેક્ટ: બેંક લોન લેનારાની સંખ્યા ઘટીને 59 વર્ષનાં સૌથી નીચા સ્તરે પહોંચી

કોવિડ ઇફેક્ટ: બેંક લોન લેનારાની સંખ્યા ઘટીને 59 વર્ષનાં સૌથી નીચા સ્તરે પહોંચી

0
Social Share
  • બેંક લોનની વૃદ્વિમાં સતત બીજા વર્ષે ઘટાડો
  • નાણાકીય વર્ષ 2020-21માં તેમાં ફક્ત 5.56 ટકા વધારો
  • જે 59 વર્ષનુ સૌથી નીચું સ્તર છે

નવી દિલ્હી: કોવિડ-19ની ઇફેક્ટને કારણે બેંક લોનની વૃદ્વિમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે અને તે લઘુત્તમ સ્તરે છે. નાણાકીય વર્ષ 2020-21માં તેમાં ફક્ત 5.56 ટકા વધારો થયો છે, જે 59 વર્ષનુ સૌથી નીચું સ્તર છે. SBIના રિસર્ચ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં કુલ લોન ઉપાડ રૂ. 109.51 લાખ કરોડ રહ્યો. લોનની વૃદ્વિ 2019-20 કરતાં ઓછી છે. તો આ સમયગાળામાં લોનમાં 6.14 ટકાનો વધારો હતો અને તે 58 વર્ષના નીચા સ્તરે હતો. અગાઉ, નાણાકીય વર્ષ 1961-62માં લોન વૃદ્વિ ઓછામાં ઓછી 5.38 ટકા હતી.

SBI રિસર્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના આંકડાને ટાંકીને જણાવ્યું છે કે, બેંકોમાં થાપણો 2020-21માં 11.4% વધીને 151.13 લાખ કરોડ રૂપિયા રહી છે,  જે 2019-20 માં 7.93% થઇ હતી.

SBI રિસર્ચ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2007-08માં લોન અને ડિપોઝીટમાં શ્રેષ્ઠ વૃદ્ધિ નોંધાઈ હતી. તે સમયે, થાપણોમાં જ્યા 22.4% નો વધારો થયો હતો, ત્યાં લોન ઉપાડમાં 22.3% નો વધારો થયો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020-21 નાં ​​પહેલા ભાગમાં લોન ઉપાડ પર રોગચાળાની અસર થઈ હતી કારણ કે તે સમયે અર્થતંત્ર બંધ હતું. બીજા ભાગમાં નવેમ્બર પછી થોડી વૃદ્ધિ નોંધાઈ છે.

રિપોર્ટ અનુસાર, આમ હોવા છતાં, 2020-21માં લોનમાં વૃદ્ધિ માત્ર 5.56% રહી, જે 59 વર્ષનાં સૌથી નીચા સ્તરે છે. 2019-20માં આ વૃદ્ધિ 6.14% હતી. વર્ષ 2020-21માં ડિપોઝિટમાં વૃદ્ધિ દર 11.4% રહ્યો જે 2019-15માં 7.93% હતો, નાણાકીય વર્ષ 2019-20 માં ડિપોઝિટ રૂ .135.71 લાખ કરોડ રહી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code