ગુજરાતી

અમેરિકામાં જોબ આધારિત ગ્રીનકાર્ડમાં 8 લાખથી વધુ ભારતીયો સામેલ

  • અમેરિકા જવાનો ભારતીયોનો ક્રેઝ હજુ પણ અકબંધ
  • અમેરિકામાં જોબ આધારિત ગ્રીનકાર્ડ ધારકોમાં 8 લાખથી વધુ ભારતીયો
  • દર વર્ષે જોબ આધારિત ગ્રીન કાર્ડ માત્ર 1.40 લાખ લોકોને અપાય છે

ન્યૂયોર્ક: અમેરિકા જવાનો ભારતીયોનો ક્રેઝ હજુ પણ અકબંધ છે જે ગ્રીનકાર્ડધારકોમાં રહેલી ભારતીયોની સંખ્યા પરથી જાણી શકાય છે. અમેરિકામાં નોકરી કરનાર ગ્રીનકાર્ડધારકોમાં ભારતીયોની સંખ્યા ઘણી વધારે છે. જો અમેરિકાની નોકરી આધારિત નાગરિકતાની અરજીઓની વાત કરીએ તો વર્ષ 2020માં તે વધીને 12 લાખને વટાવી ગઇ છે. જે અત્યારસુધીનો સૌથી ઉંચો આંકડો કહી શકાય. આપને જણાવી દઇએ કે ગ્રીન કાર્ડની અરજીના મામલે ભારતીયોની સંખ્યા કુલ અરજીના 68 ટકા છે. અમેરિકામાં જોબ આધારિત ગ્રીનકાર્ડ ધારકોમાં 8 લાખથી વધુ ભારતીયો છે.

અમેરિકાની થિંક ટેન્ક કેટો ઇન્સ્ટિટ્યૂટના એક વિશ્લેષ્ણ અનુસાર ભારતીય નોકરીદાતાની સ્પોન્સરશિપવાળી અરજીની સંખ્યા પણ 8 દાયકાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગઇ છે. આ અરજીમાં 2 લાખથી વધારે અરજીદાતા એવા છે તેને ગ્રીન કાર્ડ મળ્યા બાદ પણ તેનો ઉપયોગ કરી શક્યા નથી. અમેરિકામાં ગ્રીન કાર્ડ અરજીની વાત કરીએ તો તેમાં ચીનના અરજદારોની હિસ્સેદારી 14 ટકા અને વિશ્વના અન્ય દેશોની હિસ્સેદારી 18 ટકા છે.

અમેરિકામાં જોબ આધારિત ગ્રીન કાર્ડ કે કાયમી રોજગાર કાર્યક્રમમાં મોટી કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. તેમાં ઉચ્ચ કુશળતા ધરાવતા કર્મચારીઓને અમેરિકામાં કાયમી નાગરિકતાની માટે સ્પોન્સર કરાય છે. સાંપ્રત સમયમાં અમેરિકામાં કાયમી નાગરિકતા ધરાવતા ગ્રીનકાર્ડની મર્યાદા 7 ટકા નક્કી કરવામાં આવી છે. આ હિસાબે દર વર્ષે જોબ આધારિત ગ્રીન કાર્ડ માત્ર 1.40 લાખ લોકોને જ આપવામાં આવે છે.

નોંધનીય છે કે પ્રવાસી લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવાની અમેરિકન સરકારની નીતિમાં ફેરફાર આવ્યો છે અને ગ્રીન કાર્ડની મર્યાદા નક્કી કરવામાં આવતા બેકલોગ વધી ગયું છે. તેની સાથે જ ગ્રીન કાર્ડની માટે કરવામાં આવતી અરજીના પ્રોસેસિંગમાં વિલંબથી તેને કોઇ નિસ્બત નથી.

(સંકેત)

Related posts
HealthCareગુજરાતી

તમારા નાસ્તામાં સામેલ કરો હલકા ફૂલકા ‘મમરા’- જેના અનેક થશે ફાયદા

મમરા ખાવામાં હળવા છે ડાયટમાં મમરા ખાવાથઈ ફાયદો થાય છે મમરા – સામાનમ્ય રીતે મમરા એવી વસ્તુ છે કે નાનાથી લઈને મોટા…
Regionalગુજરાતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 5મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ નર્મદા નદીના કિનારે કેવડિયાના ટેન્ટ સિટી ખાતે આગામી તા. 3થી 6 માર્ચ સુધી રાષ્ટ્રીય ડી.જી.કોન્ફરન્સ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
BUSINESSગુજરાતી

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પર નાણા મંત્રીનું નિવેદન, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વાત થાય તે અનિવાર્ય

પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ પર નાણાં મંત્રીનું નિવેદન આ બાબતે કેન્દ્ર અને રાજ્યએ સાથે વાત કરવી જોઇએ અંતે ગ્રાહકો પર બહુ મોટો…

Leave a Reply