1. Home
  2. ગુજરાતી
  3. UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર, કહ્યું – પાકિસ્તાન આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર નીતિ લાવે
UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર, કહ્યું – પાકિસ્તાન આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર નીતિ લાવે

UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર, કહ્યું – પાકિસ્તાન આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર નીતિ લાવે

0
Social Share
  • UNHRCમાં ભારતે પાકિસ્તાનનો ઉઘડો લીધો
  • પાક. પહેલા આતંકવાદને નાબૂદ કરવા માટેની નીતિ લાવે
  • પાકિસ્તાને તેના દેશની કથળતી સ્થિતિ પર ધ્યાન આપવું જોઇએ

નવી દિલ્હી: UNHRCમાં ભારતે પાકિસ્તાનનો ઉઘડો લીધો હતો. ભારતે કહ્યું હતું કે, જમ્મૂ કાશ્મીરનો સમગ્ર વિસ્તાર, જેમાં PoK પણ સામેલ છે. તે ભારતનો ભાગ છે અને હંમેશા તેનો અભિન્ન ભાગ રહેશે.

ભારતે પાકિસ્તાનને રાજ્યો પ્રેરિત આતંકવાદને નાબૂદ કરવા માટે વિશ્વનીય અને ન બદલી શકાય તેવા પગલાં લેવાનું કહ્યું અને આ સાથે તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં કાર્યરત તમામ આતંકીઓ માળખાઓનો પણ નાશ કરવો. ભારતનું આ નિવેદન રાઇટ ટુ રિપલ્યા દ્વારા માનવાધિકાર પરિષદના 48માં સત્રમાં પાકિસ્તાનની ટિપ્પણીઓના જવાબમાં આવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનએ પાકિસ્તાન સામે ઉઘડો લીધો હતો અને કહ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા ભારત સામે પાયાવિહોણા અને બનાવટી આરાપો લગાવવાનો આ બીજો પ્રયાસ છે. કાઉન્સિલે વિવિધ એજન્ડા હેઠળ ચર્ચા દરમિયાન પાકિસ્તાની પ્રતિનિધિઓ દ્વારા વારંવાર અને પ્રસ્તુત નિવેદનોનું અવલોકન કર્યું હતું, જેમાં માત્ર તેમની નિરાશા અને માનસિક સ્થિતિને દર્શાવે છે.

માનવાધિકાર પરિષદમાં ભારતે કહ્યું કે, પાકિસ્તાન દ્વારા કબ્જે કરાયેલા PoK પણ સમગ્ર પ્રદેશ ભારતનો જ ભાગ છે અને હંમેશા તેનો અભિન્ન ભાગ રહેશે. કાઉન્સિલનો સમય બગાડવાને બદલે પાકિસ્તાને તેના દેશમાં કથળતી માનવાધિકારની સ્થિતિ પર વધુ ધ્યાન આપવું જોઇએ.

ભારત દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,”આશ્ચર્યજનક છે કે લોકશાહીના મૂલ્યો અને સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વગર પાકિસ્તાન જેવા કટ્ટરવાદી અને નિષ્ફળ દેશ ભારત જેવા વૈવિધ્યસભર અને વિશાળ લોકશાહીને જ્ઞાન આપવાની હિંમત કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code