1. Home
  2. ગુજરાતી
  3. પૃથ્વીથી 20 લાખ કિલોમીટરના અંતરેથી વિરાટ ઉલ્કા થશે પસાર, પૃથ્વી સાથે અથડાવાની શક્યતા નહીવત્
પૃથ્વીથી 20 લાખ કિલોમીટરના અંતરેથી વિરાટ ઉલ્કા થશે પસાર, પૃથ્વી સાથે અથડાવાની શક્યતા નહીવત્

પૃથ્વીથી 20 લાખ કિલોમીટરના અંતરેથી વિરાટ ઉલ્કા થશે પસાર, પૃથ્વી સાથે અથડાવાની શક્યતા નહીવત્

0
Social Share
  • વર્ષ 2021માં પૃથ્વીની નજીકથી પસાર થનારી સૌથી મોટી ઉલ્કા 21 માર્ચે સૌથી નજીક હશે
  • વર્ષ 2001 એફઓ32 નામની આ ઉલ્કા પૃથ્વીથી 20 લાખ કિલોમીટરના અંતરે પસાર થશે
  • આ ઉલ્કાનું કદ 0.8 થી 1.7 કિલોમીટર જેટલું હોઇ શકે છે

નવી દિલ્હી: નાસાએ એક ઉલ્કાને લઇને ચેતવણી આપી છે. વર્ષ 2021માં પૃથ્વીની નજીકથી પસાર થનારી સૌથી મોટી ઉલ્કા 21 માર્ચે સૌથી નજીક હશે તેમ નાસાએ જણાવ્યું હતું. નાસાએ એમ જણાવ્યું હતું કે, આ ઉલ્કા પૃથ્વી સાથે અથડાવાની કોઇ શક્યતા નથી પણ વર્ષ 2001 એફઓ32 નામની આ ઉલ્કા પૃથ્વીથી 20 લાખ કિલોમીટરના અંતરે પસાર થશે.

લાઇવ સાયન્સ અનુસાર, આ ઉલ્કાનું કદ 0.8 થી 1.7 કિલોમીટર જેટલું હોઇ શકે છે. દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલી નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીનું સંચાલન કરતાં સેન્ટર ફોર નીયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ-CNEOSના ડાયરેક્ટર પોલ ચોડાસે જણાવ્યું હતું કે, આ ઉલ્કા 20 વર્ષ પહેલાં ઓળખી કઢાઇ હતી.

2001 એફઓ32 નામની આ ઉલ્કાને અમે વીસ વર્ષથી ટ્રેક કરીએ છીએ. પોલે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે આ ઉલ્કા પૃથ્વીથી 1.25 મિલિયન માઇલ્સથી વધારે નજીક આવવાની કોઇ શક્યતા નથી. પણ અવકાશના અંતરના સંદર્ભે અમે 2001 એફઓ32ને સંભવિત જોખમી ઉલ્કા ગણાવી છે. આ વખતે 2001 એફઓ32 કલાકે 1,24,000 કિલોમીટરની ઝડપે પૃથ્વીની નજીકથી પસાર થશે.

આ ઝડપ અન્ય ઉલ્કાઓની સરખામણીમાં ઘણી વધારે છે. ઉલ્કાની આ ઝડપનું કારણ તેની સૂર્ય ફરતેની પ્રદક્ષિણાનો વિચિત્ર પથ છે. પૃથ્વીના સૂર્યના પ્રદક્ષિણા પથની સરખામણીએ આ ઉલ્કાનો પ્રદક્ષિણા પથ 39 ડિગ્રીએ ઝુકેલો છે જેને કારણે આ ઉલ્કા મરક્યુરી કરતાં સૂર્યની વધારે નજીકથી અને મંગળથી સૂર્ય કરતાં બમણાં અંતરે પસાર થાય છે.

21મી માર્ચે અવકાશશાસ્ત્રીઓને આ ઉલ્કાના કદ અને તેની સપાટી અને તેની રચના વિશે વધારે ચોકસાઇથી નિરિક્ષણ કરવાની તક મળશે. ઉલ્કાની સપાટી કેટલી ચમકીલી અને તેજસ્વી છે અને તેની રચના કેવી છે તેને અવકાશશાસ્ત્રની પરિભાષામાં તેનો આલ્બેદો કહેવામાં આવે છે.

આ ઉલ્કાના આલ્બેદોનો અભ્યાસ કરવા માટે નાસાના હવાઇ રાજ્યમાં માઉના કી ખાતે આવેલા ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં 3.2 મીટરના ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોગ્રાફ સ્પેએક્સની સુવિધા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code