
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝન માર્ચના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલના પહેલા સપ્તાહમાં શરૂ થઈ શકે છે. જોકે, આ પહેલા IPL 2022 માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાવાની છે. આ મેગા ઓક્શન પહેલા 10 ટીમમાં 33 ખેલાડીઓ રિટેઈન અને ડ્રાફ્ટ તરીકે જોડાયા છે, પરંતુ બાકીના ખેલાડીઓને મેગા ઓક્શનમાં ખરીદવામાં આવશે. જો કે, 4 વિકેટકીપર પર IPLની ફ્રેન્ચાઈઝી પૈસાનો વરસાદ કરે તેવી શકયતા છે.
આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે વિકેટ કીપર તરીકે એમએસ ધોની છે, દિલ્હી કેપિટલ્સ પાસે ઋષભ પંત છે અને રાજસ્થાન રોયલ્સ પાસે વિકેટકીપર તરીકે સંજુ સેમસન છે. આ સિવાય સાત વધુ ટીમો IPLમાં રમવા જઈ રહી છે, જેઓ ઓછામાં ઓછા એક સારા વિકેટકીપરની શોધમાં હશે. આ જ કારણ છે કે મેગા ઓક્શનમાં કેટલાક વિકેટકીપર પૈસાનો વરસાદ થવાની શકયતા છે.
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન ક્વિન્ટન ડી કોક એક મજબૂત વિકેટ-કીપરની સાથે સારો બેટ્સમેન છે, જે ઓપનર તરીકે મર્યાદિત ઓવરની ક્રિકેટમાં સફળ રહ્યો છે. તે છેલ્લી ઘણી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો છે અને આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ સિવાય આ સાઉથ આફ્રિકાનો બેટ્સમેન પણ બીજી ઘણી ટીમોની નજર છે. તેણે આઈપીએલની 77 મેચોમાં 130થી વધુની સ્ટ્રાઈક રેટથી 2256 રન બનાવ્યા છે.
ભારતીય ટીમનો ઈશાન કિશન IPLની મેગા ઓક્શનમાં મોટી રકમમાં વેચાવા જઈ રહ્યું છે. ઈશાન કિશન ઉપર મુંબઈ ઈન્ડિયન્સની નજર મંડાયેલી છે. જ્યારે લખનૌ અને અમદાવાદની ફ્રેન્ચાઈઝી પણ પોતાની ટીમમાં સામેલ કરવાનો પ્રયાસો કરશે. કેટલીક અન્ય ટીમો પણ આ વિસ્ફોટક વિકેટ કીપર બેટ્સમેનને ખરીદવા માંગશે. તેણે 61 મેચમાં 136થી વધુની સ્ટ્રાઈકરેટ સાથે 1452 રન બનાવ્યા છે.
ઈંગ્લેન્ડનો બેટ્સમેન જોની બેયરસ્ટો શ્રેષ્ઠ વિકેટકીપર્સની આ યાદીમાં ત્રીજા નંબરે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી છેલ્લી ઘણી સિઝનમાં રમી ચૂકેલા બેયરસ્ટો હરાજીના ટેબલ પર હશે. મેગા ઓક્શનમાં આ વિકેટ-કીપર પર પૈસાનો વરસાદ થવાની શક્યતા ઓછી છે કારણ કે તે મેચ-વિનર રહ્યો છે અને ટોપ ઓર્ડરમાં રન બનાવવા માટે જાણીતો છે. તેણે 28 મેચમાં 142થી વધુની સ્ટ્રાઈક રેટથી 1038 રન બનાવ્યા છે.
(PHOTO-FILE)