Site icon Revoi.in

પ્રતિબંધોની વચ્ચે ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી રાજદૂતોને પરત બોલાવ્યા

Social Share

તેહરાન : ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 15 સભ્યોની બેઠકમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પુનઃસ્થાપિત કરવા માટેના પ્રસ્તાવને રશિયા અને ચીન અટકાવવામાં નિષ્ફળ રહ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂતે પશ્ચિમી દેશો પર રાજદ્વારી પ્રક્રિયાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે પ્રતિબંધોના જવાબમાં ઈરાન પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર જવાનો કોઈ ઈરાદો ધરાવતું નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકા વર્ષ 2015ના પરમાણુ કરારને પુનર્જીવિત કરવા માટેના પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહ્યું છે.