1. Home
  2. ગુજરાતી
  3. ઓઈલ અને એલપીજીની ભારે અછત વચ્ચે ઈરાને ભારતને મોકલી ઓફર
ઓઈલ અને એલપીજીની ભારે અછત વચ્ચે ઈરાને ભારતને મોકલી ઓફર

ઓઈલ અને એલપીજીની ભારે અછત વચ્ચે ઈરાને ભારતને મોકલી ઓફર

0
Social Share

નવી દિલ્હી, 24 માર્ચ 2026: ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધ વચ્ચે ઓઈલ અને ગેસની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. કિંમતોને સ્થિર રાખવા માટે અમેરિકાએ ઈરાની ઓઈલ ઉપર લગાવેલો પ્રતિબંધ હળવો કર્યો છે. જેના કારણે દુનિયાના વિવિધ દેશો પણ ઈરાન પાસેથી ઓઈલની ખરીદી કરી શકે છે. દરમિયાન ઈરાને ભારતની રિફાઈરીઓને ઓઈલ ખરીદવા માટે ઓફર મોકલી છે, પરંતુ સમસ્યા એ છે કે ઈરાની વેપારીઓ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ કરતાં વધુ કિંમતે ભારતને તેમનું તેલ ઓફર કરી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ઈરાન ભારતને ઓઈલ વેચવા માટે તૈયાર છે પરંતુ તેની કિંમત વધારે રાખવામાં આવી છે. દુનિયાનો ત્રીજો સૌથી મોટા ઓઈલ આયાતકાર અને વપરાશકાર ભારતે મે 2019 બાદ ઈરાન પાસેથી ઓઈલ કાર્ગો લીધો નથી. ઈરાન ઉપર અમેરિકાએ લગાવેલા પ્રતિબંધને પગલે ભારતે ઈરાન પાસેથી ઓઈલની ખરીદી અટકાવી હતી.

ઈરાનમાં લગભગ ચાર અઠવાડિયાથી ચાલતા યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ઓઈલ અને ગેસ સપ્લાયને વ્યાપક અસર થઈ છે. જેની અસર ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોને પડી છે. ભારત પાસે એક મહિનાનો સમય છે કે, ઈરાન પાસેથી ઓઈલ અને એલપીજી ખરીદી શકે છે. ઈરાન ભૌગોલિક રીતે ભારતથી નજીક છે. બીજી તરફ યુદ્ધ વચ્ચે પણ ભારતે લાખો બેરલ ઓઈલની રશિયા પાસેથી ખરીદી કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ઈરાનના ટ્રેડર્સ અને કેટલીક સરકારી ઓઈલ કંપનીઓ ઓઈલનું પેમેન્ટ ડોલરમાં માંગી રહી છે જ્યારે કેટલીક કંપનીઓ ભારતીય રૂપિયામાં પણ પેમેન્ટ લેવા માટે તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઈરાની તેલ બ્રેન્ટ કરતાં પ્રતિ બેરલ 6-8 ડોલરના પ્રીમિયમ પર ઓફર કરવામાં આવ્યું છે અને કાર્ગોના આગમનના સાત દિવસની અંદર ચુકવણી કરવાની રહેશે. જોકે, ભારતીય રિફાઇનરીઓ કોઈપણ સોદા પહેલા ચુકવણી પ્રણાલી અંગે અવઢવમાં છે, કારણ કે ઈરાન આંતરરાષ્ટ્રીય ચુકવણી પ્રણાલી SWIFT ની બહાર છે.

આ પણ વાંચોઃ પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ભારત -અમેરિકા સતત એકબીજાના સંપર્કમાં રહેશેઃ ડો. એસ.જયશંકર

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code