1. Home
  2. ગુજરાતી
  3. ચાર કિલોમીટરમાં સમેટાયું આઈએસઆઈએસનું આતંકી સામ્રાજ્ય
ચાર કિલોમીટરમાં સમેટાયું આઈએસઆઈએસનું આતંકી સામ્રાજ્ય

ચાર કિલોમીટરમાં સમેટાયું આઈએસઆઈએસનું આતંકી સામ્રાજ્ય

0
Social Share

દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠનમાંથી એક ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા હવે માત્ર ચાર કિલોમીટરના વિસ્તારમાં જ સમેટાઈ ગયુ છે. પૂર્વ સીરિયાનો એક નાનકડો વિસ્તાર જ તેના કબજામા છે. એક સમયે આઈએસઆઈએસના કબજામાં બગદાદની બહારની સીમાથી લઈને પશ્ચિમ સીરિયા સુધીનો ઘણો મોટો વિસ્તાર હતો. સીએનએનના અહેવાલ મુજબ, અમેરિકાના સમર્થનવાળી સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસે આઈએસઆઈએસને ખૂબ ખરાબ રીતે કચડી નાખ્યું છે.

આ અહેવાલમાં એસડીએફના એક અધિકારીને ટાંકીને લખવામાં આવ્યું છે કે તોપો અને હવાઈ હુમલાને કાણે આઈએસઆઈએસના ભાગવું પડયું છે. તેમનું કહેવું છે કે આગામી દશ દિવસોમાં આઈએસનો ખાત્મો થવાની શક્યતા છે.

જો કે જમીની હકીકત હજી પણ એટલી સ્પષ્ટ થઈ નથી. બંને તરફ ચાલી રહેલી લડાઈને કારણે ગામ સંપૂર્ણપણે તબાહ થઈ ચુક્યું છે. અમેરિકાના નેતૃત્વવાળા હવાઈ હુમલાને કારણે મકાનો ખંડેર બની ચુક્યા છે. ઘણાં પ્રસંગે એવું પણ થયું છે કે રાત્રિના સમયમાં આઈએસ દ્વારા જવાબી હુમલા કરવામાં આવ્યા હતા અને તેમણે ફરીથી કેટલાક વિસ્તારો પર કબજો જમાવ્યો હતો.

સીએનએનના રિપોર્ટ મુજબ, બે સપ્તાહ પહેલા કેટલીક આવા પ્રકારની લડાઈ સુસા નામના ગામમાં થઈ હતી. અહીં રાત્રિના સમયમાં કુર્દિશ અને આરબ સેનાએ હુમલા કર્યા હતા અને તેને પોતાના અધિકારમાં લઈ લીધું હતું. પરંતુ થોડાક સમયગાળામાં આઈએસઆઈએસના આતંકવાદીઓએ પલટવાર કર્યો અને એસડીએફને ભગાડીને ગામ પર ફરીથી નિયંત્રણ પ્રાપ્ત કર્યું હતું. જો કે બાદમાં તે દિવસે જ કુર્દિશ સ્પેશયલ ફોર્સિસની મદદથી સુસામાંથી આઈએસઆઈએસના આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો.

ડિસેમ્બર-2018થી લઈને અત્યાર સુધીમાં હજારો લોકો આઈએસના નિયંત્રણવાળા વિસ્તારોમાંથી નીકળવામાં સફળ રહ્યા છે. જો કે હજીપણ હજારો લોકો આવા વિસ્તારોમાં ફસાયેલા છે. જે લોકો નીકળી ગયા છે, તેઓ સીરિયન રણમાં નબળી વ્યવસ્થાઓ અને ભીડભાડવાળા કેમ્પોમાં જીવનવ્યાપન કર રહ્યા છે. તેને કારણે ઘણાં બાળકોના જીવ પણ ગયા છે.

આઈએસઆઈએસના આતંકવાદીઓએ ભાગવાની કોશિશ કરનારા ઘણાં લોકોને ગોળી મારી દીધી છે. તેમા ઘણી મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. ઈરાક અને સીરિયા જ્યાંથી આઈએસઆઈએસની શરૂઆત થઈ હતી, ત્યાં હવે આખરી લડાઈ ચાલી રહી છે.

પરંતુ તેમ છતાં દુનિયાના ઘણાં દેશોમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનો ઝંડો ઉઠાવવાની કોશિશો થઈ રહી છે. જેમાં નાઈજીરિયા, લીબિયા, ઈજીપ્ત અને અફઘાનિસ્તાન આવા જ કેટલાક દેશ છે, જ્યાં આઈએસઆઈએસએ માથું ઉંચક્યું છે. અહીંથી વખતોવખત આઈએસઆઈએસના હુમલાના અહેવાલો આવતા રહે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code