1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં આધુનિક સુવિધાથી સજ્જ કલબની રૂમમાં કોરોના પીડિત થઈ શકશે આઈસોલેટ
અમદાવાદમાં આધુનિક સુવિધાથી સજ્જ કલબની રૂમમાં કોરોના પીડિત થઈ શકશે આઈસોલેટ

અમદાવાદમાં આધુનિક સુવિધાથી સજ્જ કલબની રૂમમાં કોરોના પીડિત થઈ શકશે આઈસોલેટ

0
Social Share

અમદાવાદઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. અનેક દર્દીઓ હોમ કવોન્ટાઈન છે. જો કે, આવા દર્દીઓને પરિવારના અન્ય સભ્યો કોરોના સંક્રમિત ના થાય તેની ચિંતા રહેતી હોય છે. હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ અને તેમના પરિવારજનોના જમવા સહિતની સુવિધાઓ પુરી પાડી રહી છે. શહેરની જાણીતી ઓરિએન્ટ ક્લબ પણ સરકારની સાથે કોરોનાને નાથવા અને જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવી છે. ક્લબની આધુનિક સુવિધાઓથી સજ્જ રૂમોમાં કોરોના પીડિત દર્દી આઈસોલેટ થઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આમ હવે આધુનિક સુવિધાઓથી સજ્જ કલબની રૂમોમાં કોરોના પીડિત દર્દીઓ ક્વોન્ટાઈન થઈ શકશે.

અમદાવાદ શહેરની ગુજરાત કોલેજ પાસે આવેલી ઓરિએન્ટ ક્બલમાં કોરોના પીડિત દર્દીઓ નોમીનલ ચાર્જમાં આઈસોલેટ થઈ શકે તે માટે 30 રૂમ તૈયાર કરવામાં આવ્યાં છે. અહીં દર્દીને તબીબ અને નર્સ સહિતની મેડિકલ સુવિધાની સાથે બે ટાઈમ જમવાનું અને સવાર-બપોર ચાની સુવિધા પુરી પાડવામાં આવશે. ક્વોરન્ટાઈન દરમિયાન દર્દીને ઘર જેવુ વાતાવરણ મળી રહે તેની ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં રૂમની અંદર ટીવી અને ફ્રી વાઈફાઈની સુવિધા પણ મળશે જેથી દર્દી ક્વોન્ટાઈન દરમિયાન સમય પસાર કરી શકે. દર્દીની દેખરેખ રાખવા માટે એક નર્સ પણ 24 કલાક ઉપલબ્ધ રાખવામાં આવશે. અહીં ઓક્સિજન અને વેન્ટીલેટર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ક્લબ દ્વારા કર્મચારીઓ કોરોના સંક્રમિત ના થાય તે માટે પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

 

ક્લબના પ્રમુખ અજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા માટે કલબ અને કમિટી સક્રિય છે. કમિટીએ નિર્ણય લીધો છે કે, જરૂરિયાતવાળી વ્યક્તિઓને ઓછા ચાર્જથી રૂમ અને તબીબ સુવિધા આપવી જોઈએ. કોરોનાને હરાવવા માટે અમે પણ કોર્પોરેશન અને સરકારની સાથે જ છીએ. કલબના વાઈસ પ્રેસિડન્ટ હિતેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, અહીં સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે વધારે લોકો સંક્રમિત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code