Site icon Revoi.in

અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં ITના દરોડા, કરોડોના બેનામી વ્યવહારો પકડાયા

Social Share

અમદાવાદઃ ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં તમાકુ અને છીંકણી તથા રીઅલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા એક ગ્રુપ તથા અન્યોને ત્યાં 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા આઈટી વિભાગના અધિકારીઓને સર્ચ દરમિયાન 170 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. ઉપરાંત  9 કરોડની રોકડ તથા જ્વેલરી પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. એક જ સ્થળેથી 20 પ્રાઈવેટ લોકર પૈકી 9 લોકર હજુ સીલ કરાયેલા છે અને તે સિવાયના 11 ખાનગી લોકર ઓપરેટ કરાયા છે. હજુ પણ તપાસ ચાલુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આવરવેરા વિભાગના અધિકારીઓએ નડિયાદ, ભાવનગર અને અમદાવાદના તમાકું-છીંકણી અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા એક ગૃપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. એક સાથે 35 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગની સર્ચ દરમિયાન મળી આવેલા ડોક્યુમેન્ટ ડિજીટલ ડેટાની પ્રાથમિક ચકાસણીમાં તમાકુ અને છીંકણીના રૂ. 70 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે તેમજ ઓનમની પ્રોપર્ટી વેચાણના રૂ. 30 કરોડના વ્યવહારો જોવા મળ્યા છે તેમજ જમીન, મકાનમાં રૂ. 30 કરોડનું રોકાણ જોવા મળ્યું છે અને રોકડાંથી ખરીદ-વેચાણના રૂ. 40 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે.

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા 26 સ્થળોએ દરોડા તથા સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરોડાના અંત સુધીમાં સર્ચ તથા દરોડાના સ્થળનો આંકડો કુલ 35 ઉપર પહોંચ્યો હતો. IT વિભાગે રૂ. 4.5 કરોડની રોકડ જપ્ત કરાઈ હતી. જ્યારે રૂ. 14 કરોડની જ્વેલરી મળી હતી. પરંતુ સ્ટોકિંગ ટ્રેડ માટે હોવાથી તે પૈકી ફક્ત રૂ. 4.5 કરોડની જ્વેલરી જપ્ત કરાઈ છે. આમ, આવકવેરા વિભાગ દ્વારા કુલ રૂ. 9 કરોડની રોકડ અને જવેલરી જપ્ત કરવામાં આવી છે.