1. Home
  2. ગુજરાતી
  3. જલ જીવન મિશન: દેશના 13 કરોડ ગ્રામીણ પરિવારોને નળથી પાણી મળતું થયું
જલ જીવન મિશન: દેશના 13 કરોડ ગ્રામીણ પરિવારોને નળથી પાણી મળતું થયું

જલ જીવન મિશન: દેશના 13 કરોડ ગ્રામીણ પરિવારોને નળથી પાણી મળતું થયું

0
Social Share

નવી દિલ્હીઃ જલ જીવન મિશન (જેજેએમ)એ આજે 13 કરોડ ગ્રામીણ કુટુંબોને નળનાં પાણીનાં જોડાણો પ્રદાન કરવાની વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. ‘સ્પીડ એન્ડ સ્કેલ’ સાથે કામ કરીને જીવન બદલી રહેલા આ મિશને ઓગસ્ટ, 2019માં મિશનની શરૂઆતમાં ગ્રામીણ નળ જોડાણનું કવરેજ માત્ર 3.23 કરોડ પરિવારોથી વધારીને માત્ર 4 વર્ષમાં 13 કરોડ કરી દીધું છે. 15 ઑગસ્ટ, 2019ના રોજ દેશે તેનો 73મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી જલ જીવન મિશનની જાહેરાત કરી હતી.

ગોવા, તેલંગાણા, હરિયાણા, ગુજરાત, પંજાબ અને હિમાચલ પ્રદેશ અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો – પુડુચેરી, દીવ અને દમણ, દાદરા અને નગર હવેલી, આંદમાન અને નિકોબાર ટાપુઓ તથા આંધ્રપ્રદેશને 100 ટકા કવરેજ મળ્યું છે. બિહારમાં 96.39 ટકા છે, ત્યારબાદ મિઝોરમમાં 92.12 ટકા છે, જે પણ નજીકના ભવિષ્યમાં સંતૃપ્તિ હાંસલ કરવા માટે તૈયાર છે. ગોવા, હરિયાણા, પંજાબ, એ એન્ડ એન ટાપુઓ, પુડુચેરી, ડી એન્ડ એનએચ અને ડીએન્ડડી એ ‘હર ઘર જલ સર્ટિફાઇડ સ્ટેટ્સ/ કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે, આ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં, ગ્રામજનોએ ગ્રામ સભાઓ દ્વારા પુષ્ટિ આપી છે કે ગામમાં ‘તમામ ઘરો અને જાહેર સંસ્થાઓ’ ને પાણીનો પૂરતો, સલામત અને નિયમિત પુરવઠો મળી રહ્યો છે. દેશના 145 જિલ્લાઓ અને 1,86,818 ગામોમાં 100 ટકા કવરેજ નોંધાયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના અથાગ પ્રયાસોના પરિણામે દેશમાં 9.15 લાખ (88.73 ટકા) શાળાઓ અને 9.52 લાખ (84.69 ટકા) આંગણવાડી કેન્દ્રોમાં નળથી પાણી પુરવઠાની જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવી છે. આપણા દેશના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં, જ્યારે આ મિશનની શરૂઆત થઈ હતી, ત્યારે ફક્ત 21.41 લાખ (7.86 ટકા) ઘરોમાં જ નળથી પાણી મળતું હતું, જે હવે વધીને 1.81 કરોડ (66.48 ટકા) થઈ ગયું છે.

‘હર ઘર જલ’ હેઠળ કામ કરવાથી ગ્રામીણ વસ્તીને નોંધપાત્ર સામાજિક-આર્થિક લાભથઈ રહ્યા છે. નિયમિત નળના પાણીનો પુરવઠો લોકોને, ખાસ કરીને મહિલાઓ અને યુવાન છોકરીઓને, તેમની દૈનિક ઘરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારે ડોલ ભરીને પાણી વહન કરવાની સદીઓ જૂની કઠોરતાથી રાહત આપે છે. બચેલા સમયનો ઉપયોગ આવક પેદા કરવાની પ્રવૃત્તિઓ, નવી કુશળતાઓ શીખવા અને બાળકોના શિક્ષણને ટેકો આપવા માટે થઈ શકે છે. 1 જાન્યુઆરી 2023થી દરરોજ સરેરાશ 87,500 નળ કનેક્શન આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશ જાન્યુઆરી 2023 થી અત્યાર સુધીમાં 61.05 લાખ ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (એફએચટીસી) સ્થાપિત કરીને વર્તમાન નાણાકીય વર્ષમાં પ્રગતિ ચાર્ટમાં ટોચ પર છે.

દેશમાં 5.27 લાખથી વધારે ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ (વીડબલ્યુએસસી)/પાણી સમિતિઓની રચના કરવામાં આવી છે અને 5.12 લાખ ગ્રામ કાર્યયોજનાઓ (વીએપી) તૈયાર કરવામાં આવી છે, જેમાં પીવાના પાણીના સ્ત્રોતમાં વૃદ્ધિ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ અને તેના પુનઃઉપયોગ માટેની યોજનાઓ તથા ઇન-વિલેજ વોટર સપ્લાય સિસ્ટમના નિયમિત ઓએન્ડએમની યોજના સામેલ છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસના સૂત્ર પર કામ કરતા જલ જીવન મિશન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં તમામ ઘરો, શાળાઓ, આંગણવાડીઓ અને અન્ય જાહેર સંસ્થાઓને નળ દ્વારા સુરક્ષિત પાણીની વ્યવસ્થા કરીને એસડીજી 6 એટલે કે, તમામને સસ્તું પાણી પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code