Site icon Revoi.in

જળ જીવન મિશનઃ દેશના 15.52 કરોડ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું

Social Share

નવી દિલ્હીઃ સરકારે જળ જીવન મિશન હેઠળ અત્યાર સુધીમાં દેશના 15 કરોડ 52 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું છે. લોકસભામાં તેમના મંત્રાલયને લગતી ગ્રાન્ટની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે જ્યારે 2019 માં જળ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે ફક્ત ત્રણ કરોડ ગ્રામીણ ઘરોમાં જ નળના પાણીના જોડાણો હતા.

તેમણે કહ્યું કે પાંચ લાખ ગામડાઓની 25 લાખ મહિલાઓને પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે તાલીમ આપવામાં આવી છે. શ્રી પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રએ પીવાના પાણી અને સંબંધિત ક્ષેત્રોના બજેટમાં અગાઉની યુપીએ સરકારની સરખામણીમાં ચાર ગણો વધારો કર્યો છે. ચર્ચામાં વિરોધ અને સત્તાધારી પક્ષના સાંસદોએ ભાગ લીધો હતો ત્યારબાદ સંસદમાં 2025-26 વર્ષ માટેની માંગણીઓ પસાર થઈ હતી.

 

 

Exit mobile version