જમ્મુ-કાશ્મીરઃ સરહદ પાસેથી પાકિસ્તાની ડ્રોન મારફતે આવેલો હેરોઈનનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારતીય સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા અવરચંડાઈ કરવામાં આવે છે. પાકિસ્તાની આતંકવાદીઓની ઘુસણખોરીનો પ્રયાસ તથા ડ્રોન મારફતે હથિયારો અને નશીલા દ્રવ્યો મોકલવાના બનાવો અવાર-નવાર સામે આવે છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભીરતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે નશીલા દ્રવ્યો મોકલવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. બે દિવસના સમયગાળામાં ડ્રોન મારફતે ફેંકવામાં આવેલા કન્સાઈનમેન્ટ ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટના બાદ પાકિસ્તાનના વધુ એક નાપાક કાવતરાનો પર્દાફાશ થયો છે અને હવે હથિયારોને બદલે નશીલા દ્રવ્યો મોકલવામાં આવી રહ્યાં છે. કઠુઆ પોલીસે પાકિસ્તાની ડ્રોનમાંથી ફેંકવામાં આવેલા હેરોઈનના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ ઈન્ટરનેટ કોલ મારફતે પાકિસ્તાની હેન્ડલરનો સંપર્ક કર્યો હતો.
જમ્મુના આરએસ પુરા સેક્ટરમાં બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત અભિયાન ચલાવીને ડ્રોનમાંથી ફેંકવામાં આવેલા એક મોટી ખેપને ઝડપી લીધી હતી. આ કાર્યવાહીમાં 4 કિલો મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ 20 કરોડથી વધારે હોવાનું જાણવા મળે છે. તેમજ આરએસ પુરાની આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પાકિસ્તાન સરહદ પાસે આવેલા વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ ભારતીય સેનાએ ઘુસણખોરોને અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન પોલીસે સૌ પ્રથમ જતિન અજીક કુમાર (રહે પઠાનકોટ)ને ઝડપી લીધો હતો. જતિનની તપાસના આધારે કઠુઆ પોલીસે દાનિશ ડોગરા ઉર્ફે સાજનની અટકાય કરી છે. આ પ્રકરણમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
આ પણ વાંચોઃ શિક્ષકો પાસે કૂતરાં ગણાવવાની વાત પાયાવિહોણી, જાણો હકીકત શું છે?


