Site icon Revoi.in

જામનગરઃ ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં શિયાળાના આરંભ સાથે વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

Social Share

ગુજરાતના જામનગર નજીક આવેલું વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્ય શિયાળાની શરૂઆત થતાં જ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. દૂર-દૂર સુધી ફેલાયેલી હરિયાળી અને હજારો પક્ષીઓના કલરવથી આ જગ્યા સોળે કળાએ ખીલી ઊઠે છે.

જામનગરથી માત્ર 12 કિલોમીટર દૂર અને લગભગ 6.5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યની વિશેષતા તેના મીઠા પાણીના સરોવર અને ખારા પાણીના જળાશયોનું વિશિષ્ટ મિશ્રણ છે.ખીજડીયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયાના જણાવ્યા અનુસાર, પાણીના આ અનોખા મિશ્રણને કારણે આ ઇકોસિસ્ટમ પક્ષીઓ માટે કુદરતી પ્રજનન સ્થળ બની રહે છે.

“જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા બર્ડ સેન્ચુરી શિયાળામાં સોળે કળાએ ખીલી ઊઠે છે. દૂર-દૂર સુધી ફેલાયેલી હરિયાળી અને પક્ષીઓનો કલરવ મનને શાંતિ આપે છે. આ અભયારણ્યમાં પક્ષીઓની 300થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. આ યાયાવર પક્ષીઓ અફઘાનિસ્તાન, યુરોપ, આફ્રિકા, ઈરાન-ઈરાક અને સાઇબેરિયા જેવા દેશોમાંથી હજારો કિલોમીટરની મુસાફરી કરીને અહીં આશ્રય લે છે.”

દર વર્ષે શિયાળાની શરૂઆત થતાં જ અહીં પક્ષીઓની ક્રીડાઓ અને સુંદર સૂર્યોદય માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડે છે. સાઇબેરિયા, આફ્રિકા, યુરોપ, અફઘાનિસ્તાન, ઈરાન-ઈરાક જેવા દૂર-સુદુર દેશોમાંથી પક્ષીઓ હજારો કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડીને અહીં આશ્રય લે છે.અમદાવાદથી આવેલા પ્રવાસીઓએ અહીંના સૂર્યોદય અને પક્ષીઓની અઠખેલીઓનો ભરપૂર આનંદ માણ્યો હતો, જેને તેઓ યાદગાર અનુભવ ગણાવે છે.

Exit mobile version