1. Home
  2. ગુજરાતી
  3. જાપાનઃ SLIM મૂન લેન્ડરને H2A રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલશે
જાપાનઃ SLIM મૂન લેન્ડરને H2A રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલશે

જાપાનઃ SLIM મૂન લેન્ડરને H2A રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલશે

0
Social Share
  • SLIM લેન્ડરનું ચંદ્ર પર ઉતરાણ આવતા વર્ષની શરૂઆતમાં થાય તેવી શક્યતા
  • જાપાનનો SLIM પ્રોજેક્ટ, Moon Sniper તરીકે ઓળખાય છે

નવી દિલ્હીઃ Japan Aero Space Exploration AgencySLIM મૂન લેન્ડરને H2A રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલી રહી છે. જાપાનનો SLIM પ્રોજેક્ટ, Moon Sniper તરીકે ઓળખાય છે. તેમાં ઉચ્ચ ટેકનોલોજીના કેમેરા છે. જે ચંદ્ન વિશે માહિતી આપશે. SLIM લેન્ડરનું ચંદ્ર પર ઉતરાણ આવતા વર્ષની શરૂઆતમાં થાય તેવી શક્યતા છે.

અહેવાલો પ્રમાણે,, JAXAએ જણાવ્યું, કે રોકેટે દક્ષિણ જાપાનના તનેગાશિમા સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી છે. મિત્સુબિશી હેવી ઈન્ડસ્ટ્રીઝે આ રોકેટના ઉત્પાદન,, અને લોન્ચિંગની કામગીરી નીભાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન ખરાબ હોવાને લીધે ગત મહિને એક અઠવાડિયામાં ત્રણ વખત મિશન સ્થગિત કરાયા બાદ છેવટે જાપાન આ મિશનને લોન્ચ કરવામાં સફળ રહ્યું છે.

ચંદ્ર ઉપર અત્યાર સુધીમાં ચાર દેશ પહોંચ્યાં છે. રશિયા, અમેરિકા અને ચીન બાદ તાજેતરમાં જ ભારતના ચંદ્રયાન 3એ તાજેતરમાં જ સફળતાપૂર્વક ઉતરાયણ કર્યું છે. ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતર્યું હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પહોંચનાર ભારત પ્રથમ દેશ છે. ચંદ્રયાન 3ના રોવરે ચંદ્રના એક દિવસના એટલે કે પૃથ્વીના 14 દિવસ ભ્રમણ કરી હતી અને હાલ રોવર સ્લીપીંગ મોડમાં મુકવામાં આવ્યું છે. હાલ ચંદ્ર ઉપર રાત્રિ છે. ભારતની સાથે રશિયાએ પણ ચંદ્ર ઉપર મિશન મોકલ્યું હતું. જો કે, ચંદ્ર ઉપર ઉતરાયણ કરે તે પહેલા જ ક્રેશ થઈ ગયું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code