1. Home
  2. ગુજરાતી
  3. ઓટો
  4. જેટ એરવેઝે 60% સ્ટાફને બિન પગારી રજા પર મોકલ્યો, તો કેટલાક કર્મચારીઓના પગારમાં 50% સુધીનો ઘટાડો.
જેટ એરવેઝે 60% સ્ટાફને બિન પગારી રજા પર મોકલ્યો, તો કેટલાક કર્મચારીઓના પગારમાં 50% સુધીનો ઘટાડો.

જેટ એરવેઝે 60% સ્ટાફને બિન પગારી રજા પર મોકલ્યો, તો કેટલાક કર્મચારીઓના પગારમાં 50% સુધીનો ઘટાડો.

0
Social Share

જેટ  એરવેઝે સિનીયર પોસ્ટના કર્મચારીઓ સહિત તેના લગભગ 60 ટકા કર્મચારીઓને 1 ડિસેમ્બરથી ત્રણ મહિના માટે બિન પગારી (LWP) રજા પર મોકલવાનું નક્કી કર્યું છે. એરવેઝે કેટલાક કર્મચારીઓના પગારમાં પણ 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. જાલાન-કાલરોક કન્સોર્ટિયમ દ્વારા  જે દિવસે  એરવેઝને પુનર્જીવિત કરવા માટેની બીડ જીતવામાં આવી, તે દિવસે તેણે એ અંગે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તેને નજીકના ગાળામાં “મુશ્કેલ નિર્ણયો” લેવા પડશે.

જેટ એરવેઝના અગ્રણી અધિકારીએ જણાવ્યું હતું કે, “કેટલાક કર્મચારીના પગારમાં અસ્થાયી રૂપે ઘટાડો કરવામાં આવ્યો છે, જયારે  કેટલાકને અસ્થાયી રૂપે બિનપગારી  રજા પર મૂકવામાં આવ્યા છે.” એક અહેવાલ મુજબ, જેટ એરવેઝના સીઈઓએ પણ પગારમાં નોંધપાત્ર ઘટાડો કરવાની સંમતિ આપી હતી. જો કે, તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું છે  કે, “કોઈને બરતરફ કરવામાં નથી આવ્યા.”

જેટ એરવેઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે NCLT પ્રોસેસ મુજબ કંપનીના હેન્ડઓવરની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે તેના માટે ધાર્યા કરતાં વધુ સમય લાગી રહ્યો છે અને તેના કારણે અમારા રોકડપ્રવાહનું સંચાલન કરવામાં પડી રહેલી મુશ્કેલીઓના કારણે અને જ્યારે એરવેઝ હજી સુધી અમારા કબજામાં નથી ત્યારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને  નજીકના સમયમાં કેટલાક અન્ય નિર્ણયો આવી શકે છે.

નવા માલિક જાલાન-કાલરોક કોન્સોર્ટિયમે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) ને કર્મચારીઓને આશરે રૂ. 250 કરોડના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટી લેણાંની ચુકવણી માટે વધારાની રકમ ચૂકવવામાં પોતાની અસમર્થતા છે, તેમ જણાવ્યું છે.

અહેવાલો મુજબ, જાલાન-કાલરોક કન્સોર્ટિયમ પાસે  પૈસા ચૂકવવા માટેની બે સમયમર્યાદા હતી, જે તેનાથી ચુકાઈ ગઈ હતી. સૌપ્રથમ, કન્સોર્ટિયમે 11 નવેમ્બરના રોજ બિઝનેસના અંત સુધીમાં અગાઉની એરલાઇનના કર્મચારીઓ અને કર્મચારીઓને રૂ. 52 કરોડ ચૂકવવાના હતા. જે નજીકના અહેવાલો મુજબ ચૂકવાયા નથી.  તો બીજી સમયમર્યાદા વિવિધ ધિરાણકર્તાઓને રૂ. 185 કરોડની ચૂકવણી સાથે સંબંધિત હતા, જે ચૂકવવા માટેનો સમય 16 નવેમ્બર સુધીનો હતો.

કન્સોર્ટિયમે કુલ મૂડી ખર્ચ અને કાર્યકારી મૂડી માટે રૂ. 900 કરોડના  રોકાણ માટેની તૈયારી  બતાવી હતી. જેની સામે JKC એ પરફોર્મન્સ ગેરંટી તરીકે અત્યાર સુધીમાં  માત્ર રૂ. 150 કરોડ જ  જમા કર્યા છે. હાલમાં  જ એક એસેટ મેનેજમેન્ટ ફર્મ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે તેના રોકાણકાર ફ્લોરિયન ફ્રિશની તપાસ જેટ એરવેઝના તેના હસ્તાંતરણ પર કોઈ અસર કરશે નહીં. ફ્રિશ લિક્ટેંસ્ટાઇન, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઑસ્ટ્રિયામાં રેગુલેટરી એજન્સીઓ દ્વારા તપાસમાં મદદ કરે છે. ઑસ્ટ્રિયા, લિક્ટેંસ્ટેઇન અને સ્વિટ્ઝર્લેન્ડના અધિકારીઓએ  ગયા અઠવાડિયે મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં ફ્લોરિયન ફ્રિશ સાથે જોડાયેલી મિલકતો પર દરોડા પાડ્યા હતા.

જેટ એરવેઝના આ નવા ફેરફારના કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જેની અસરમાં 17 એપ્રિલ, 2019 થી એરવેઝે એક પણ ઉડાન ભરી નથી અંદાજ હતો કે એરવેઝ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના એરક્રાફ્ટ્સ ઉડાડવાનું વિચારે છે.  મે મહિનામાં, જેટ એરવેઝે એર ઓપરેટરનું પ્રમાણપત્ર મેળવવાની દિશામાં હૈદરાબાદ એરપોર્ટથી તેની ટેસ્ટ ફ્લાઈટનું સંચાલન પણ કર્યું હતું.જે નાગે તેના અધિકારીએ જણાવ્યું હતું કે  ટેસ્ટ ફ્લાઇટનું ઓપરેશન “તે બધા અદ્ભુત લોકો માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી કે જેઓ જેટને આકાશમાં પાછા લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે”. આશા છે કે નવા વર્ષમાં એકવાર ફરીથી જેટ એરવેઝ પોતાની ઉડાન ભરી શકશે.

(ફોટો: ફાઈલ)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code