1. Home
  2. ગુજરાતી
  3. મનિકા બત્રાએ સેમિફાઇનલમાં બનાવી જગ્યા,ફાઇનલ-4માં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની
મનિકા બત્રાએ સેમિફાઇનલમાં બનાવી જગ્યા,ફાઇનલ-4માં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની

મનિકા બત્રાએ સેમિફાઇનલમાં બનાવી જગ્યા,ફાઇનલ-4માં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની

0
Social Share

મુંબઈ:ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ એશિયન કપ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો છે.મનિકા શુક્રવારે (18 નવેમ્બર) મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી હતી.આ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. મનિકાએ ક્વાર્ટર ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈની ચેન સુ-યુને હરાવી હતી

મનિકાએ ચેન સૂ-યુ સામે 4-3થી જીત મેળવી હતી.હવે તેનો મુકાબલો ફાઇનલમાં સ્થાન મેળવવા માટે કોરિયાની જીઓન જીહી અથવા જાપાનની મીમા ઇટો સામે થશે.

મનિકા બત્રાએ આ પહેલા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઉલેટફેર કર્યો હતો.તેણે વિશ્વની સાતમી ક્રમાંકિત ચીનની ચેન જિંગટાગને સાત ગેમના સંઘર્ષમાં હરાવી હતી.વર્લ્ડ નંબર 44 મનિકાએ ચેનને 8-11, 11-9, 11-6, 11-6, 9-11, 8-11, 11-9થી હરાવી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code