ગાંધીનગરતા.25 ડિસેમ્બર 2025: Jetha Bharwad resigns from the post of Assembly Deputy Speaker ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠા ભરવાડે આજે રાજીનામું આપતા રાજકીય ચર્ચાનો માહોલ ગરમ બન્યો છે. જેઠા ભરવાડે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઉપાધ્યક્ષપદના રાજીનામાંનો પત્ર આપ્યો હતો. કામના ભારણનું કારણ બતાવીને જેઠા ભરવાડે રાજીનામું હોવાનું કહેવાય છે. જેઠાભાઈ આહીરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ સંગઠન મંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શંકરભાઈએ જેઠાભાઈ આહીરના રાજીનામાને સ્વીકાર્યું હોવાનું અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠા ભરવાડે રાજીનામું આપતા રાજકીય ચર્ચાનો માહોલ તેજ બન્યો છે. દિલ્હી હાઈકમાન્ડના કહેવાથી રાજીનામું આપ્યાનું ચર્ચાઈ રહ્યું છે. તે સાથે હવે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂંક કરાશે તેની પણ ચર્ચાઓ થઈ રહી છે. વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી રાજીનામા પાછળ જેઠાભાઈ આહીરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમની ઉપર અન્ય હોદ્દાઓની જવાબદારીઓ વધતા તેઓ ઉપાધ્યક્ષ પદ માટે પૂરતો સમય આપી શકતા નથી.
જેઠાભાઈ ભરવાડ ગુજરાતના એક પીઢ અને પ્રભાવશાળી રાજકારણી છે. તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે અને લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. જેઠાભાઈ પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ 2012, 2017 અને 2022માં સતત આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. તેઓ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠા ભરવાડના રાજીનામાથી હવે આ પદ ખાલી પડ્યું છે અને આગામી દિવસોમાં આ પદે નવી નિમણૂક અંગે રાજકીય ચર્ચાઓ તેજ બનવાની શક્યતા છે જોકે સરકાર કે પક્ષ તરફથી રાજીનામા પાછળ અન્ય કોઈ કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સત્તાવાર રીતે વ્યસ્તતાનું કારણ જ આગળ ધરવામાં આવ્યું છે. તેમ છતાં, વિધાનસભાના મહત્વના પદ પરથી અચાનક રાજીનામું આવતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.

