Site icon Revoi.in

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ 130 જાતના રીંગણ અને 29 જાતના ટમેટાનું સંશોધન કર્યુ

Social Share

જૂનાગઢ, 22 જાન્યુઆરી 2026:  જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અવનવા સંશોધનો થતા હોય છે. ત્યારે કૃષિ યુનિવર્સિટીના શાકભાજી વિભાગ દ્વારા વર્ષ 2004 થી લઈને અત્યાર સુધીમાં કુલ 130 જાતના રીંગણ, 59 જાતના ટમેટા અને 29 જાતની વાલોળનું સફળ સંશોધન પૂર્ણ કર્યું છે. સંશોધિત થયેલા રીંગણ, ટામેટા અને વાલોળ પૈકીના કેટલાક બિયારણ રૂપે બજારમાં ઉપલબ્ધ છે. શાકભાજીના વાવેતરમાં વધુ ઉત્પાદન મેળવી શકાય તેના માટે સંશોધનો સફળ રહ્યા છે.

જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટિના શાકભાજી સંશોધન વિભાગ દ્વારા 130 જાતના રીંગણ 59, જાતના ટમેટા કે જેમાં ચેરી ટમેટાનો પણ સમાવેશ થાય છે. તેની સાથે 29 જાતની વાલોળનું સફળ સંશોધન કરીને ખેડૂતો માટે શાકભાજીની ખેતીમાં એક વિશેષ સંસ્કરણ ઉમેરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રદર્શનમાં રાખવામાં આવેલા રીંગણ, ટામેટા અને વાલોળની કેટલીક જાતો બજારમાં સામાન્ય રીતે બિયારણ તરીકે ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ આવનારા દિવસોમાં આ તમામ શાકભાજી ખેડૂતોને વાવેતર માટે ઉપયોગી થઈ શકે તે દિશામાં યુનિવર્સિટીના સંશોધક વૈજ્ઞાનિકો સતત કામ કરી રહ્યા છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન વિભાગના કહેવા મુજબ નવિન સંશોધન કરીને 130 જાતના રીંગણ, 59 જાતના ટમેટા કે જેમાં 29 જાતના ચેરી ટમેટાનો પણ સમાવેશ થાય છે, સાથે સાથે 29 જાતની વાલોળ ઉગાડવામાં આવી છે. રીંગણ રંગ કદ અને આકારમાં વિવિધતા ધરાવવાની સાથે 130 જાતના અલગ-અલગ રીંગણનું સંશોધન યુનિવર્સિટીના સંશોધક વૈજ્ઞાનિકોએ કર્યું છે. કેટલાક રીંગણનો ઉપયોગ રીંગણના સંભાર માટે કરવામાં આવે છે, આવા રીંગણનું પણ સંશોધન થયું છે. તો 59 જાતના ટમેટાંમાં 29 જાતના ચેરી ટમેટાનું સંશોધન પણ યુનિવર્સિટીએ કર્યું છે. જેમાં લાલ લંબગોળ અને કેસરી રંગ અને આકારના ટમેટા જોવા મળે છે. આ ટમેટાનો મુખ્યત્વે ઉપયોગ સલાડ તરીકે કરવામાં આવે છે.

 આ સિવાયના 30 જાતના ટમેટા કે જેનો ઉપયોગ દૈનિક ધોરણે રસોડામાં અને ટામેટાનો કેચઅપ બનાવવા માટે પણ થઈ રહ્યો છે, એક ટમેટાની સંશોધિત જાત કે જેનું એક નંગનું વજન 200 ગ્રામનું છે, આ ટમેટાનું પણ સંશોધન કૃષિ યુનિવર્સિટીમાં થયું છે. આ ટામેટાની બાયોલોજીકલ વેલ્યુ કે જેમાં ફેરસ ઝીંક અને મિનરલ જોવા મળે છે, જે સામાન્ય ટામેટા કરતા ત્રણ ગણી વધુ હોય છે. સામાન્ય ટમેટામાં 3.5 ટી એસ એસ વેલ્યુ જોવા મળે છે, પરંતુ સંશોધિત થયેલા ટમેટામાં છ થી સાત જેટલું ટી એસ એસ જોવા મળે છે.

Exit mobile version