1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જુનાગઢ અને ગિર સોમનાથ જિલ્લો કેસર કેરી બાદ હવે નાળિયેરના ઉત્પાદનમાં અગ્રેસર બનશે
જુનાગઢ અને ગિર સોમનાથ જિલ્લો કેસર કેરી બાદ હવે નાળિયેરના ઉત્પાદનમાં અગ્રેસર બનશે

જુનાગઢ અને ગિર સોમનાથ જિલ્લો કેસર કેરી બાદ હવે નાળિયેરના ઉત્પાદનમાં અગ્રેસર બનશે

0
Social Share

જૂનાગઢ : વિશ્વ કોકોનેટ ડે’ના કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રાસિંહ તોમર દ્વારા રાજયકક્ષાની છઠ્ઠી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફીસનું ઈ-લોકાર્પણ જૂનાગઢ ખાતે કરાયુ હતું. કેન્દ્રીય મંત્રીએ  ખેડૂતોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર વધે તે માટે  કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે. નાળિયેરના પાકનું વાવેતર થાય અને ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ ખેડૂતો મળે તે માટે હવે  પ્રાદેશિક કચેરી કામકાજ કરશે. ખેડૂતોને ઉત્પાદન કરવામાં સારું વળતર મળશે અને ખેડૂતોને સહાય પણ મળતી થઇ જશે.
જુનાગઢમાં છઠ્ઠી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફીસનું ઈ-લોકાર્પણ કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢની સંતો મહંતોની પવિત્ર ભૂમિ છે. ખેતીનો ખૂબ જ સારો વિકાસ થયો છે. ભારતમાં 2021-22માં ભારતમાં નાળિયેરનું ઉત્પાદન 1924.7 કરોડ ફળનું હતુ. વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનું યોગદાન 31 ટકા છે. દેશમાં પ્રતિ હેકટર દીઠ 9430 ફળ થાય છે. દેશમાં નાળિયરેની ખેતી કુલ 21.10 લાખ હેકટર ક્ષેત્રમાં છે.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે ‘કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની’ કચેરી કાર્યરત કરવાનો નિર્ણય ખેડૂતો માટે લાભકર્તા છે. ગુજરાતના 14 જિલ્લામાં દરિયા કિનારો છે. જેમાં માંગરોળ, ચોરવાડ, માળીયા, ગીરસોમનાથ અને પોરબંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં નાળિયેરના પાકનું સારૂ ઉત્પાદન થાય છે. તેમાં નાળિયેરી બોર્ડ ગુજરાતમાં કાર્યરત કરવાથી તેમાં વધારો થશે. નાળિયેરના ઉત્પાદનને વેગ મળશે.
તેમણે વધુંમાં ઉમેર્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર 25 હજાર હેકટર છે જેમાંથી 2131 લાખ નટનું ઉત્પાદન થાય છે. જે પૈકી 15 હજાર હેકટર વાવેતર વિસ્તાર તો માત્ર જૂનાગઢ – ગિર સોમનાથમાં જ છે.   જૂનાગઢ જિલ્લામાં ફળોમાં  પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક સૌથી  વધુ થાય છે. જિલ્લામાં નાળિયેરનો 6300 હેકટર વાવેતર વિસ્તાર છે. માંગરોળમાં નાળિયેરી પાક માટેના રોપાઓ રોપ ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે. ગુજરાતમાં પ્રતિ હેકટર નાળિયેરની ઉત્પાદકતા 8542 છે.

કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડના જોઇન્ટ સેક્રેટરી ડો.વિજયા લક્ષમીએ વર્ચ્યુઅલ પ્રાસંગિક પ્રવચન કરતાં કહ્યું હતું કે, નાળિયેરના પાક માટે દરિયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાન તેમજ વધારે વરસાદવાળા વિસ્તારો અગત્યના છે. આ તકે ધારાસભ્ય  જવાહરભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારીયા,  મેયર ગીતાબેન પરમાર, ઇન્ચાર્જ કલેકટર મિરાંત પરીખ, કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ, બાગાયત નિયામક વઘાસીયા વગેરે હાજર રહ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code