1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘ધાકડ’ ના પ્રમોશનમાં આવેલી કંગના રનૌત ફરી થઈ રહી છે ટ્રોલ – જાણો શું છે કારણ
ફિલ્મ ‘ધાકડ’ ના પ્રમોશનમાં આવેલી કંગના રનૌત ફરી થઈ રહી છે ટ્રોલ – જાણો શું છે કારણ

ફિલ્મ ‘ધાકડ’ ના પ્રમોશનમાં આવેલી કંગના રનૌત ફરી થઈ રહી છે ટ્રોલ – જાણો શું છે કારણ

0
Social Share
  • ઘાકડના પ્રમોશન દરમિયાન કંગના રનૌત થઈ ટ્રોલ
  • તેના પહેરેલા ડ્રેસને કારણે તે ટ્રોલર્સનો શિકાર બની

બોલિવૂડની ક્વિન કંગના હંમેશા કોઈને કોઈ વાતને લઈને વિવાદમાં રહેતી હોય છે,તે ક્યારેય પોતાની બેબાક બોલવાની છટાને લઈને તો ક્યારેય પોતાના પહેરાલા કપડાને લઈને ટ્રોલ થતી આવી છે, ત્યારે આજે ફરી એક વાર કંગના રનૌત યૂઝર્સના નિશાના પર આવી છે.

હવે કંગનાએ ચાહકોને ભેટ આપતી વખતે તેની આગામી ફિલ્મ ‘ધાકડ’ની જાહેરાત કરી છે, જેના પ્રમોશન દરમિયાન કંગના રનૌત બોલ્ડ ડ્રેસ પહેરીનૈ લોકોની નજરે આવી હતી, કંગના તેના ડ્રેસને કારણે ઘણી ટ્રોલ થઈ રહી છે. એટલું જ નહીં, લોકો તેમને સંસ્કૃતિ અને પરંપરાની યાદ અપાવી રહ્યા છે.

વાત જાણે એમ છે કે, કંગના રનૌતે તેની ફિલ્મ ‘ધાકડ’ના પ્રમોશન દરમિયાન ડીપ નેક અને શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રીએ આ ડ્રેસ સાથે અવ્યવસ્થિત હેરસ્ટાઇલ પણ બનાવી હતી, જેમાં કંગના ખૂબ જ હોટ લાગી રહી હતી. પરંતુ ચાહકોને કંગનાનો આ લુક બિલકુલ પસંદ ન આવ્યો, જેના કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સ અભિનેત્રીની ટીકા કરી રહ્યા છે.

પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન કંગના રણૌત કડક સુરક્ષા વચ્ચે જોવા મળી હતી, જે તેને કેન્દ્ર સરકાર તરફથી મળી હતી. લોકોએ તેની સુરક્ષા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જો કે, આ પહેલીવાર નથી કે કંગના વિવાદમાં ફસાઈ હોય. વર્ક ફ્રન્ટ પર, કંગનાની ફિલ્મ ‘ધાકડ’ 8 એપ્રિલ 2022 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

ઘણા લોકો કંગનાના લુક પર કોમેન્ટ્સ કરી રહ્યા છે અને તેને તેની સંસ્કૃતિની યાદ અપાવી રહ્યા છે. તો બીજી તરફ ઘણા યુઝર્સ કંગનાને કપડાં પહેરવાની સલાહ આપી રહ્યા છે. એટલું જ નહીં કેટલાક યુઝર્સે તો કંગનાને ડ્રામા ક્વીન પણ કહી છે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code