1. Home
  2. ગુજરાતી
  3. શોર્ટ ટાઈમમાં બી ટાઉનમાં આગવી ઓળખ બનાવનાર કાર્તિક આર્યનનો બર્થડે – જાણો તેના વિશેની કેટલીક વાતો
શોર્ટ ટાઈમમાં બી ટાઉનમાં આગવી ઓળખ બનાવનાર કાર્તિક આર્યનનો બર્થડે – જાણો તેના વિશેની કેટલીક વાતો

શોર્ટ ટાઈમમાં બી ટાઉનમાં આગવી ઓળખ બનાવનાર કાર્તિક આર્યનનો બર્થડે – જાણો તેના વિશેની કેટલીક વાતો

0
Social Share
  • કાર્તિક આર્યનનો આજે 32મો જન્મ દિવસ
  • એનેક હિટ ફિલ્મો આપી છે બોલિવૂડમાં
  • આજે અક્ષય કુમારને કરી રહ્યો ચે રિપ્લેસ
  • અક્ષયકુમારના સ્થાને કાર્તિકનું લેવાય છે નામ

મુબઈઃ- અભિનેતા કાર્તિક આર્યન પોતાનો 32મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. 22 નવેમ્બર 1990ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મેલા કાર્તિક આર્યને  મુંબઈથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે સાથે જ મોડલિંગ માં પણ કામ કરતો હતો.

જો કે આ ફિલ્મ મળતા પહેલા કાર્તિકનું જીવન સરળ નહોતું આર્થિક રીતે પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી,કાર્તિક આર્યન માટે એક્ટર બનવાનું સપનું તેના પરિવારના સભ્યોથી છુપાવવા માટે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું હતું. અહીંથી જ કાર્તિકનો સંઘર્ષકાળ શરૂ થયો હતો. આજે ભલે તેની પાસે ફિલ્મોની લાઇન હોય, પરંતુ એક સમય હતો જ્યારે નાનામાં નાના ઓડિશનમાં પણ તેને રિજેક્ટ કરવામાં આવતો હતો.. કાર્તિકના કહેવા પ્રમાણે, તેની પાસે પૈસા નહોતા અને તે ઘણી વખત નવી મુંબઈથી મુંબઈ સુધી લોકલ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતો હતો. એટલું જ નહીં, સ્ટ્રગલના દિવસોમાં કાર્તિક લગભગ 12 લોકો સાથે રૂમ શેર કરતો હતો.

આ દરમિયાન તે  નિર્માતા કુમાર મંગત અને નિર્દેશક લવ રંજનને મળ્યો અને તેને પ્રથમ ફિલ્મ મળી પ્યારકા પંચ નામા વર્ષ 2011 માં કરી…આ ફિલ્મ આજદીન સુધી લોકોના માઈન્ડમાં છવાય છે. 4 થી વધુ મિનિટ સુધી લાંબો ડાયલોગ્ય કે જે આજે પણ દર્શકો વખાણે છે તે ડા.લોગ્ય બોલનાર હતો કાર્તિક આર્યન.આ બાદ તેણે બોલિવૂડમાં અનેક ફિલ્મો આપી.

બોલિવૂડમાં આટલી ફિલ્મો આપી

કાર્તિકે આ ફિલ્મ બાદ ‘આકાશ વાણી’ અને ‘કાંચી’ ફીલ્મ કરી. પરંતુ આ ફિલ્મો કંઈ ખાસ કરી શકી નથી. આ પછી કાર્તિક લવ રંજનની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા 2’ જેવી સફળ ફિલ્મ હતી. આ પછી તે ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં જોવા મળી હતી. તેમની આ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી. કાર્તિકે ‘લુકા છુપી’ અને ‘પતિ પત્ની ઔર વો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 2022 દરમિયાન તેણે ધમાકા અને  ભૂલ ભૂલૈયા 2 માં અક્ષય કુમારને રિપ્લેસ કર્યો અને આ ફિલ્મ એટલી હદે સુપર હીટ રહી કે તેને હેરાફેરી 3 માં પણ અક્ષયના સ્થાને લેવામાં આવ્યો છે.જો તેની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો ‘શહેજાદા’  ‘સત્ય પ્રેમ કી કથા’અને ‘ફ્રેડી’ અને ‘ હેરાફેરી 3’ છે.

ફિલ્મ કાંચીના આપ્યા હતા 30 થી વધુ રિટેક

2014ની વાત કરીએ તો કાર્તિક આર્યન તે વર્ષે સુભાષ ઘાઈની ફિલ્મ ‘કાંચીઃ ધ અનબ્રેકેબલ’માં કામ કરી રહ્યો હતો. આ ફિલ્મમાં કાર્તિકે લીડ એક્ટ્રેસ મિષ્ટી સાથે કિસિંગ સીન કરવાનો હતો, જે તેના સરળ નહોતું  , સુભાષ ઘાઈ તેમના સીનને વારંવાર રિજેક્ટ કરી રહ્યા હતા, જેના કારણે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. સુભાષ ઘાઈ 37 રિટેક પછી પરફેક્ટ શોટ મેળવ્યો.

કાર્તિકની તંદુરસ્તીનો રાઝ

કાર્તિક આર્યન પોતાને ફિટ રાખવા માટે  ડાયટનું ખાસ ધ્યાન રાખે છે. તે સંતુલિત આહાર લે છે અને તેની સવારની શરૂઆત ખાલી ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી કરે છે. તેનાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે. કાર્તિક  શુદ્ધ શાકાહારી છે, તેથી તે પ્રોટીનયુક્ત ખોરાક ખાય છે. આ સિવાય તે દર બે કલાકે કંઈક ખાય છે અને ચા અને કોફી પીવાને બદલે ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે.  કાર્તિક કોઈ ડાયટ પર નથી હોતો ત્યારે તે કોઈપણ લોટની બનેલી રોટલી ખાય છે, પરંતુ ડાયટ ફોલો કરતી વખતે તે ઘંઉની રોટી નથી ખાતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code