1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં કાશ્મીર જેવું કોસમોસ ગાર્ડન મંગળવારે ખૂલ્લુ મુકાશે, ટિકિટના દર નક્કી કરાયા
અમદાવાદમાં કાશ્મીર જેવું કોસમોસ ગાર્ડન મંગળવારે ખૂલ્લુ મુકાશે, ટિકિટના દર નક્કી કરાયા

અમદાવાદમાં કાશ્મીર જેવું કોસમોસ ગાર્ડન મંગળવારે ખૂલ્લુ મુકાશે, ટિકિટના દર નક્કી કરાયા

0
Social Share

અમદાવાદઃ શહેરના નવા નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે 21046 ચોરસ મીટરના પ્લોટમાં કોસમોસ વેલી ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે કાશ્મીરના શાલીમાર ગાર્ડનમાં આવેલા કોસમોસ વેલી ગાર્ડન જેવું કોસમોસ વેલી ગાર્ડન સૌ પ્રથમવાર અમદાવાદના નરોડા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આગામી 7 ફેબ્રુઆરીથી આ ફ્લાવર વેલી ગાર્ડન નાગરિકો માટે ખૂલ્લુ મુકવામાં આવશે. ફ્લાવર વેલી ગાર્ડનની મજા માણવા લોકો ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ મેળવી શકશે. ગાર્ડનમાં ફરવા માટેનો સમય સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાનો સુધીનો રાખવામાં આવ્યો છે.  શહેરના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજેશ દવે અને AMCના અધિકારીઓએ  આ ફ્લાવર વેલી ગાર્ડનની મુલાકાત લીધી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા નવા નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે 21046 ચોરસ મીટરના પ્લોટમાં આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આગામી 7 ફેબ્રુઆરીથી આ ફ્લાવર વેલી ગાર્ડન નાગરિકો માટે ખૂલ્લુ મુકવામાં આવશે. આ ફ્લાવર વેલી ગાર્ડન જોવા માટે 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 10 ટિકિટ રાખવામાં આવી છે. ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ લોકો મેળવી શકશે. ગાર્ડનના સ્થળેથી પણ લોકો 10 રૂપિયામાં ટિકિટ ખરીદી શકશે, જ્યારે ઓનલાઇન ટિકિટ લેનારાને બે રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આમ ઓનલાઇન જે વ્યક્તિ ટિકિટ ખરીદશે તેને 8 રૂપિયામાં ટિકિટ પડશે. ખાસ કરીને કાશ્મીરમાં આ વેલી ગાર્ડન જોવા મળતા હોય છે. જેમાં એક જ પ્રકારના છોડના ફૂલ હોય છે. કોસમોસ છોડના ફૂલની વિશેષતા એવી છે કે, આ એક પ્રકારનું ફ્લાવરીંગ સીઝનલ પ્લાન્ટ છે અને 50થી 60 દિવસ સુધી આ ફૂલનો ફલાવરીંગનો સમયગાળો હોય છે. ગુલાબી, આછા ગુલાબી અને સફેદ પ્રકારના ફૂલો આ ફ્લાવર વેલી ગાર્ડનમાં જોવા મળશે.

અમદાવાદ મ્યુનિ.ના બગીચા વિભાગના એક અધિકારીના કહેવા મુજબ 17 નવેમ્બર 2022ના રોજ આ ફ્લાવર ગાર્ડન તૈયાર કરવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિના 21046 ચોરસ મીટરના પ્લોટમાં ફ્લાવર વેલી ગાર્ડન બનાવવામાં આવ્યું છે. 28 નવેમ્બરના રોજ આ ફ્લાવરના સીડ્સને લાવી વાવવામાં આવ્યા હતા. આ એક પ્રકારનું સિઝનલ ફ્લાવર છે અને શિયાળાના સમયમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ તૈયાર થતો હોય છે. એક વર્ષ સુધી સતત આ ગાર્ડન બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code