ઊંઝાના મકતુપુરમાં ડુપ્લીકેટ જીરૂ બનાવતી ફેટકરી પકડાઈ, કેમિકલ, ગોળ સહિતનો જથ્થો સીઝ કરાયો
મહેસાણા : ખાદ્ય-ચિજ વસ્તપઓમાં ભેળસેળ વધતી જાય છે. તેના લીધે લોકોના આરોગ્ય સાછે ચેડા થઈ રહ્યા છે. ખાદ્ય પદાર્થોમાં ડુપ્લીકેટ બનાવવું અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા એ ખૂબ ગંભીર બાબત ગણી શકાય છે, ત્યારે ઊંઝાના મક્તુપુર પાસે શંકાસ્પદ ડુપ્લિકેટ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. ડુપ્લિકેટ જીરું બનાવવા માટે કેટલાક કેમિકલ, ગોળ તેમજ અન્ય પદાર્થો પણ સ્થળ ઉપર મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો. ડુપ્લિકેટ જીરૂ કેટલાક સમયથી બનાવવામાં આવતું હતું અને ક્યા વેપારીઓને વિતરણ કરવામાં આવતું હતું. તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઊંઝાના મકતુપુરમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. હલકી ગુણવત્તાવાળી વરિયાળીમાંથી જીરુ બનાવાતું હતું. વરિયાળી ઉપર કાળો પાવડર અને ગોળનું કોટીંગ ચડાવાતું હતું. રૂપિયા 99490 નો મુદ્દામાલ સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે. તેમજ 500 કિલો ગોળની રસી સ્થળ પર નાશ કરાઈ છે. પટેલ ધર્મેન્દ્ર અંબાલાલ ઉર્ફે ધમોનું આ ગોડાઉન હોવાનુ તપાસમાં ખૂલ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગોડાઉનને સીલ કરીને કાર્યવાહી કરી હતી.
ઊંઝાની આજુબાજુ અનેક આવી ફેક્ટરીઓ ધમધમી રહી છે, જ્યાં અનેકવાર આવું ડુપ્લિકેટ જીરું બનાવતી હોવાની માહિતી મળી રહી છે અને ફેક્ટરીઓ ઝડપાઈ પણ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ પોલીસ પણ ગુપ્તરાહે તપાસ કરે તો હજુ પણ વધારે ફેકટરીઓ પકડાય તેવી શક્યતા છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ મકતુપુર પાસે એક ફેકટરી પર દરોડો પાડતા ડુપ્લિકેટ જીરું બનાવતા લોકો ભાગી જવામાં સફળ થયા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આવી ફેક્ટરીઓ સામે ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો પણ ઊભા થયા છે. ફૂડ વિભાગ ધ્વારા દરેક મટીરીયલ ના સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.