1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમુલ દુધ, દહીંના ભાવમાં લિટર-કિલોએ રૂપિયા 3નો વધારો, દૂધ ભાવ વધારો ગુજરાત લાગુ નહીં પડે
અમુલ દુધ, દહીંના ભાવમાં લિટર-કિલોએ રૂપિયા 3નો વધારો, દૂધ ભાવ વધારો ગુજરાત લાગુ નહીં પડે

અમુલ દુધ, દહીંના ભાવમાં લિટર-કિલોએ રૂપિયા 3નો વધારો, દૂધ ભાવ વધારો ગુજરાત લાગુ નહીં પડે

0
Social Share

અમદાવાદઃ દિનપ્રતિદિન વધતા જતી મોંઘવારીમાં અમુલે ફરીવાર દુધ અને દહીંના ભાવમાં લિટર અને પ્રતિ કિલોએ રૂપિયા ત્રણનો વધારો કર્યો છે. જોકે દુધનો ભાવ વધારો ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો નથી. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં દુધનો ભાવ વધારો લાગુ પડશે. જ્યારે દહિંમાં પ્રતિ કિલોએ ત્રણ રૂપિયાનો વધારો ગુજરાત સહિત દેશબરમાં લાગુ પડશે. જેમાં અમુલ મસ્તી દહીં 1 કિલો પાઉચ જૂનો ભાવ 69 રૂપિયા હતો. તે હવે નવો ભાવ 72 રૂપિયા ચુકવવો પડશે. અમુલ મસ્તી દહીં 400 ગ્રામ  પાઉચ જૂનો ભાવ 32 રૂપિયા હતો તે હવે  નવો  ભાવ 34 રૂપિયા ચુકવવો પડશે. જ્યારે અમૂલે દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. જેમાં અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલ તાજાનો લીટરનો ભાવ વધીને 54 રૂપિયાએ પહોચ્યો છે. તો અમૂલ ગોલ્ડનો લીટરનો ભાવ વધીને 66 રૂપિયાએ પહોંચ્યો છે. આમ, અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો કર્યો છે. ભાવ વધારો આજથી અમલમાં આવી ગયો છે.

દેશની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર ઝીંકાયો છે. અમૂલ દ્વારા દૂધ અને દહીંના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી કે, અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો કર્યો છે. જોકે, આ ભાવવધારો ગુજરાત સિવાયના રાજ્યોમાં લાગુ પડશે. આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહિ થાય. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલ તાજાનો લીટરનો ભાવ વધીને 54 રૂપિયાએ પહોચ્યો છે. તો અમૂલ ગોલ્ડનો લીટરનો ભાવ વધીને 66 રૂપિયાએ પહોંચ્યો છે. આમ, અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો કર્યો છે. દૂધના નવા ભાવ આજે 3જી ફેબ્રુઆરીથી લાગુ થશે.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના સૂત્રોના કહેવા મુજબ  અમૂલ તાજા અડધો લીટર દૂધ 27 રૂપિયામાં મળશે. જ્યારે કે તેના 1 લિટર પેકેટની કિંમત 54 રૂપિયા થશે. અમૂલ ગોલ્ડ એટલે કે ફુલ ક્રીમ દૂધનું અડધો લીટર પેકેટ હવે 33 રૂપિયામાં મળશે, જ્યારે એક  લીટર માટે 66 રૂપિયા આપવા પડશે અમૂલ ગાય એટલે કે અમૂલ કાઉ મિલ્કની અડધો લીટરની કિંમત 28 રૂપિયા કરાઈ છે, જ્યારે કે તેના 1 લિટર માટે 56 રૂપિયા ચૂકવવા પડશે.  અમૂલ  બફેલો મિલ્કની અડધા લિટર કિંમત 35 રૂપિયા થશે, તો તેની એક લીટરની કિંમત 70 રૂપિયા કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 1 ડિસેમ્બરના રોજ દૂધ વિક્રેતા કંપની મધર ડેરીએ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં વેચાતા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. મધર ડેરીએ ગત વર્ષે પાંચ વાર દૂધના ભાવમાં વધારો ઝીંક્યો હતો. ત્યારે હવે નવા વર્ષમાં અમૂલે ભાવ વધારો કરીને ગ્રાહકોને ચોંકવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code