1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્રીય વિદ્યાલયે અભ્યાસ ક્રમને લઈને લીઘુ મોટૂ પગલું – ઈસ્લામનો ઉદય સહીત મુગલ સમગ્રાટના પાઠ હટાવ્યા
કેન્દ્રીય વિદ્યાલયે અભ્યાસ ક્રમને લઈને લીઘુ મોટૂ પગલું –  ઈસ્લામનો ઉદય સહીત મુગલ સમગ્રાટના પાઠ હટાવ્યા

કેન્દ્રીય વિદ્યાલયે અભ્યાસ ક્રમને લઈને લીઘુ મોટૂ પગલું – ઈસ્લામનો ઉદય સહીત મુગલ સમગ્રાટના પાઠ હટાવ્યા

0
Social Share
  • સીબીએસઈ એ અભ્યાસ ક્રમમાંથી કેચલાક પ્રકરણો ટહાવ્યા
  • ઈસ્લામનો ઉદય સહીત મુઘલના ઈતિહાસ હટાવ્યો

દિલ્હીઃ- તાજેતરમાં ઘણા અભ્યાસ ક્રમમાંથી ઈસ્લામિક ઈતિહાસ હટાવવામાં આવી રહ્યો છે ત્યારે હવે કેન્દ્રીય વિદ્યાલય દ્રારા પણ પોતાના અભ્યાસક્રમને લઈને મોટૂ પગલું ભરવામાં આવ્યું છે.સીબીએસઈ દ્રારા સત્ર 2022-23 માટે ધોરણ 10 , 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ નક્કી કર્યો  છે. આ સાથે જ જિલ્લાની 117 શાળાઓને અભ્યાસક્રમ અને તેને લગતા પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હત

આ સાથે જ  ઈલેવનના ઈતિહાસના પુસ્તકમાંથી સેન્ટ્રલ ઈસ્લામિક લેન્ડ પરનું પ્રકરણ અને 12 ના પુસ્તકમાંથી મુઘલ સામ્રાજ્યનું પ્રકરણ હટાવી દેવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક સત્રથી આ પ્રકરણો હવે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે નહીં. બોર્ડની નવી સિસ્ટમ સમગ્ર દેશમાં એક સાથે લાગુ કરવામાં આવી છે.

આ સાથે જ  જાતિ, ધર્મ અને લિંગના સંદર્ભમાં દાખલા તરીકે આપવામાં આવેલ ફૈઝ અહેમદ ફૈઝની કવિતાને પણ દસમા ધોરણના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી હટાવી દેવામાં આવી છે.

વિશ્વના ઇતિહાસના કેટલાક વિષયો નામના ધોરણ 11 ના પુસ્તકમાંથી “સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ” પ્રકરણ  પણ દૂર કરાયું  છે. આ પ્રકરણમાં વિદ્યાર્થીઓને ઇસ્લામનો ઉદય અને વિકાસ, સાતમીથી બારમી સદી સુધી ઇસ્લામનો ફેલાવો વિશે માહિતી આપવામાં આવી હતી.

આ સાથે જ વર્ગ 12 ના ભારતીય ઇતિહાસ ભાગ 2 ના નવમા પ્રકરણમાંથી મુઘલ સામ્રાજ્ય દૂર કરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં વિદ્યાર્થીઓને મુઘલોનો ઈતિહાસ, મુઘલ સ્થાપના, મુઘલ દરબાર, અકબરનામા, બાબરનો ઉલ્લેખકરવામાં આવ્યો હતું.

ઉલ્લેખનીય છે કે બોર્ડના આ ફેરફારને નવી શિક્ષણ નીતિ સાથે જોડવામાં આવી રહ્યો છે, જે ભારતીય શિક્ષણ પ્રણાલીને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે.

બીજી તરફ બોર્ડે ધોરણ 11 ના પુસ્તકમાંથી પેલિઓલિથિક, ઔદ્યોગિક ક્રાંતિના અભ્યાસક્રમમાં પૃથ્વી પરના માણસની ઉત્ક્રાંતિ દૂર કરી દીધી છે. તેમાં ઈંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિના કારણો અને અસરો, કેવી રીતે સામ્રાજ્યવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું વગેરેનો સમાવેશ થાય છે.

તો ઘોરણ 12મા પુસ્તકના ભાગ એકમાં કોઈ ફેરફાર નથી. ભાગ બેથી નવમો પ્રકરણ મુઘલ સામ્રાજ્ય અને ભાગ ત્રણથી 12મો પ્રકરણ બ્રિટિશ યુગમાં બોમ્બે, કલકત્તા અને મદ્રાસ વસાહતી શહેરમાં સ્થપાયેલ અને 14મા પ્રકરણમાં ભારતના ભાગલાનું કારણ અને અસર દૂર કરવામાં આવ્યું  છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code