અમદાવાદઃ મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામના ડાકનિયા તળાવમાં પાણી ભરાતા ૫૦ કપિરાજ બાવળના ઝાડ ઉપર છેલ્લા પાંચ દિવસથી ફસાયેલા હતા જેની જાણ ગ્રામજનોને થતા વાંસની સીડી બનાવી ત્રણ દિવસની જહેમત બાદ કપિરાજોને તળાવમાંથી બહાર કઢાયા હતા. મહેમદાવાદ તાલુકામાં ૫ દિવસ પહેલા ૯ ઇંચ વરસાદ પડયો હતો ત્યારે રૂદણ ગામના ડાકનિયા તળાવમાં જળસ્તરનો વધારો થયો હતો. પાણી વધતા તળાવના મધ્યમાં આવેલા બાવળના ઝાડ પર ૫૦ જેટલા કપિરાજ ફસાયા હતા. તળાવની ચારે બાજુ પાણી ભરાઈ જતા બહાર નીકળવાનો રસ્તો બંધ થઇ ગયો હતો.
તેની જાણ ગ્રામજનોને થતા છેલ્લાં પાંચ દિવસથી ફસાયેલા કપિરાજોને વાંસની સીડી બનાવી ત્રણ દિવસની મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.