
કિચન ટિપ્સઃ આ રીરે બીબીક્યૂ સ્ટાઇલ બનાવો ભરેલા ટામેટા, ટેસ્ટિ અને બનાવવામાં પણ ઈઝી
- સ્ટફેડ ટામેટા પિત્ઝા સ્ટાઈલમાં બનશે
- ખાવામાં ખૂબ ટેસ્ટિ અને ઓછી મહનેતમાં બનશે
સામાન્ય રીતે બીબીક્યૂ એટલે કે સગડી કે કોસલા પર શેકેલો ખોરાક આપણાને સૌ કોઈને ખૂબ પસંદ હોય છે, જેમાં પનીર, પોટેટો જેવી વાગનીઓ ખાસ બનતી હોય છે, ત્યારે આજે આપણે વાત કરીશું સ્ટેફેટ ટમાટર બીબીક્યૂની, જે સ્વાદમાં ટેસ્ટિ અને બનાવવામાં પણ તદ્દન ઈઝિ રહેશે .
સ્ટફેડ ટમાટો બીબીક્યૂ બનાવાની સામગ્રી અને રીત
સામગ્રી
- 6 નંગ – ટામેટા ( વચ્ચેથી તેનો ગર ચમચી વડે કાઢીલો )
- બટકા 2 નંગ – ( બાફીને અને લસણ ક્રશ કરેલા)
- તેલ – 4 ચમચી
- જીરુ – 1 ચમચી
- ડુંગળી – 1 નંગ (જીણી સમારેલી)
- ચીઝ – જરુર પ્રમાણે
- ચીલી ફ્લેક્સ – જરુર પ્રમાણે
- મીઠુ – સ્વાદ પ્રમાણે
- ઓરેગાનો – જરુર પ્રમાણે
- લસણઃ- જીણું સમારેલું
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ લો, તેમાં જીરું અને લસણ લાલ કરો ત્યાર બાદ તેમાં ડુંગળી એડ કરીને તરત જ ટામેટાના અંદરનો જે ગર કાઢ્યો હોય તે નાખીદો, 2 મિનિટ ટામેટાનો ગર સંતળાય જાય એટલે બટાકા એડ કરીલો, હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચિલીફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીલો,આ સ્ટફિંગને 5 મિનિટ સુધી બરાબર સાંતળીલો.
હવે ટામેટાની અંદર આ સ્ટફીંગ ભરીલો, ત્યાર બાદ ઉપર થી ટામેટાના સ્ટફિંગને બરાબર બદાવી દો, હવે તેના પર છીણેલું ચિઝ નાખો, તે પણ બરાબર બદાવી દો.
હવે એક પાતળા સળીમાં આ ટામેનાટા ઉપરથી ખોંચીલો, અને ગેસ પર બધી બાજૂ 1 1 મિનિટ થવાદો, આમ કરવાથી ટામેટૂં શેકાી જશે અને તેમાં સ્મોકી ફ્લેવર પણ આવી જશે, તૈયાર છે તમારા સ્ટફેટ બીબીક્યૂ ટામેટા