જૂનાગઢ, 16 ફેબ્રુઆરી 2026: સોશિયલ મીડિયા પર અવનવી પોસ્ટ વાયરલ કરીને કાયમ વિવાદોમાં રહેતી અને જેલવાસ ભોગવી ચૂકેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરીને જુનાગઢ આવીને સાધુઓમાં ઘૂંસીને મૃગી કુંડમાં ડુબકી લગાવી હતી. અને તેનો સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો છે. જોકે કીર્તિ પટેલની આ હરકતથી સાધુ-સંતોમાં નારાજગી જોવા મળી છે.
સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલે મહા શિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં ઘૂસી ડૂબકી લગાવતા નવો વિવાદ ઉભો થયો છે. કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કરતાં સાધુ-સંતોમાં નારાજગી જોવા મળી છે. કીર્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચી વિવાદ સર્જયો છે. મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી. સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી ‘હર હર મહાદેવ’નો નાદ કરતી જોવા મળી હતી, જેની જાણ તંત્રને થતા તેને તાત્કાલીક દૂર કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે. જો કોઈ ગેરકાયદે કે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હશે તો કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરાશે. મેંદરડા ખાખમઢીના સુખરામદાસ બાપુએ કહ્યું હતું કે, રવેડી બાદ સાધુ સંતો જ્યારે મૃગીકુંડમાં સ્નાન કરે છે. ત્યારે દુઃખની વાત એ છે કે, સાધુના કપડા પહેરીને કેટલાક લોકો જ્યારે સ્નાન કરે છે ત્યારે દુઃખ થાય છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે જ્યારે કીર્તિ પટેલ મૃગીકુંડમાં સ્નાન કરીને બહાર આવી ત્યારે સુરક્ષાના ભાગરૂપે બે મહિલા પીઆઈ તેની પાસે ગયા હતા. આ સમયે કીર્તિ પટેલ ઉશ્કેરાઈ ગઈ હતી અને જાહેરમાં પોલીસ અધિકારીઓનું અપમાન કર્યુ હતું.

