
- શિયાળામાં બનાવો બાજરીની ખિચડી
- ખૂબજ જલ્દી બની પણ જશે અને ખાવામામં પણ હશે હેલ્ધી
વજન ઘટાડવા માટે બાજરી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. શિયાળામાં બાજરી ખાવાનું ચલણ વઝધે છએ અત્યાર સુધી તમે માત્ર ઘરમાં બાજરીના રોટલાૈો જ બનાવતા હશો પણ હવે બાજરીની વધારેલી ખિચજી પણ બનાવો, આ માટેની રેસિપી અહી જોઈલો જે તદ્દન ઈઝી છે અને બેઝિક સામગ્રીમાંથઈ બની પણ જાય છે
બાજરી ખીચડી બનાવવા માટેની સામગ્રી:
- 1 કપ – બાજરી
- અડધો કપ – ફોતરાવાળી મગની દાળ
- 1 કપ – લીલા વટાણા
- 1 નંગ – ટામેટૂં જીણુ સમારેલું
- 1 નંગ – રિંગણ જીણું સમારેલું
- 1 નંગ -ડુંગળી જીણી સમારેલી
- 3 નંગ – લીલા મરચા સમારેલા
- 10 થી 15 કળી – લસણ સમારેલું
- 1 નંગ – આદુનો ટૂકડો જીણો સમારેલો
- જરુર પ્રમાણે – હરદળ
- જરુર પ્રમાણે – મીઠું
- 1 ચમચી – જીરુ
- 1 ચમચી – લાલ મરચું
- 2 ચમચા ભરીને – તેલ
મગની દાળને અને બાજરીને પાણીથી બરાબર ધોઈલો
હવે એક કુકર લો તેમાં તેલ એડ કરીને ડુંગળી આછી ગુલાબી રંગની થાય ત્યા સુધી સાંતળીલો, હવે તેમાં સમારેલું લસણ પણ એડ કરીદો
હવે લસણ ડુંગળીમાં જીરું, લીલા મરચા,વટાણા ,રિંગણ અને ટામેટા એડ કરીને બરાબર મિક્સ કરો
ત્યાર બાદ એ વેજીસમાં મીઠું, હરદળ અને લાલ મરચું એડ કરીને બરાબર સાંતળવા દો.
હવે જ્યારે વટાણા- રિગંણ બરકાબર સંતળાય જાય એટલે તેમાં મગની દાળ અને બાજરી નાખઈદો ત્યાર બાદ તરત તેમાં 2 ગ્લાસ પાણી નાખીને હવે તેને ઉકાળવાદો.
ખીચડી જેવી થોડી પાકી જાય અટલે તેમાં થોડું વધુ પાણી ઉમેરો. હવે પ્રેશર કૂકરનું ઢાંકણ ઢાંકી દો. પ્રેશર કૂકરને ત્રણથી ચાર સિટી વાગે ત્યા સુધી ગેસ પર રાખો ત્યાર બાદ કુકર ઉતારીલો હવે એક વખત ચેક કરીલો કે બાજરી પાકી ગઈ છે કે નહી જો પાકિસ ગઈ હોય તો તેને બરાબર તવીથા વડે મિક્સ કરીને દહીં સાથે સર્વ કરો