
કિચન ટિપ્સઃ- જો જીરા રાઈસ વધી ગયા હોય તો તેમાંથી આ રીતે બનાવી દો ચાઈનિઝ રાઈસ
સામાન્ય રીતે આપણે ત્યા કોી મહેમાન આવ્યું હોય અથવા તો આપણે દાલ ફ્રાય બનાવી હોય ત્યારે જીરા રાઈસ (બાસમતી) બનાવતા હોઈએ છીS ઘણી વખતે બપોરે બનાવેલા રાઈસ વધી પડે છે ત્યારે આપણે તેમાંથી ઘણી વાનગીઓ બનાવતા હોઈ છે તો આજે આ રાઈસમાંથી તદ્દન બેઝિક સામગ્રીમાંથી ચાઈનિઝ રાઈસ બનાવતા શીખીશું
સામગ્રી
- 1 નંગ ડુંરી – જીણી સમારેલી
- 1 ટૂકડો – આદુ(ચીલી કટરમાં કતરી લેવો)
- 4 થી 6 નંગ – લીલા મરચા (ચીલી કટરમાં કતરી લેવા)
- 10 થી 12 કળી – લસણ (ચીલી કટરમાં કતરી લેવું)
- સ્વાદ પ્રમાણે – મીઠું
- પા ચમચી – મરીનો પાવડર
- 1 ચમચી – સોયા સોસ
- 1 ચમચી – રેડ ચીલી સોસ
- 1 ચમચી – ગ્રીન ચીલી સોસ
- 1 ચમચી – જીરુ
- 2 ચમચી – તેલ
- થોડા લીલા ઘાણા
- લીલી ડુંગળીના થોડા લીલા પાન
સૌ પ્રથમ એક કઢાઈમાં 2 ચમચી તેલ લો હવે તેમાં જીરું લાલ કરીલો
જીરુ બાદ તેમાં ડુંગળી એડ કરીને બરાબર સાંતળી લો
હવે તેમાં આદુ ,મરચા અને કતરેલું લસણ મિક્સ કરીદો
ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,મરીનો પાવડર, રેડ ચીલી સોસ, સોયાસોસ અને ગ્રીન ચીલી સોસો એડ કરીને બરાબર મિક્સ કરીલો
હવે આ ગ્રેવીમાં રાઈસ એડ કરીને તેને 3 થી 4 મિનિટ ગેસની ફ્લેમ ઘીરી રાખીને બરાબર મિક્સ કરીને થવાદો,
હવે કઢાઈ ગેસ બંગ કરી નીચે ઉતારી લો,ત્યાર બાદ તેમાં લીલા કાંદા અને લીલા ઘાણા એડ કરી લેવા
તૈયાર છે ગરમા ગરમ ચાઈનિઝ રાઈસ, ખાવામાં ટેસ્ટિ અને વધેલા ભાતનો ઉપયોગ પણ થઈ જશે