1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોરોનાના 3897 કેસ નોંધાયા, અમદાવાદમાં 1263 કેસ, રાજ્યમાં 19 નાં મોત
ગુજરાતમાં કોરોનાના 3897  કેસ નોંધાયા, અમદાવાદમાં 1263 કેસ, રાજ્યમાં 19 નાં મોત

ગુજરાતમાં કોરોનાના 3897 કેસ નોંધાયા, અમદાવાદમાં 1263 કેસ, રાજ્યમાં 19 નાં મોત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે  રવિવારે ઘટાડો નોંધાયો હતો. આજે રવિવારે રાજ્યમાં કોરોનાના 3897  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1263 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 19 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 6, અને જિલ્લો-1, વડોદરા શહેર-4, અને જિલ્લો-1 સુરત શહેર-1 અને જિલ્લો-2, રાજકોટ શહેર-1, અને જિલ્લો-1, ભાવનગર શહેર-1, અને જિલ્લો-1, નો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર બાદ વડોદરા જિલ્લો આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 60,587 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,96,09, 935 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 95.39 ટકા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ગઈકાલ કરતા ઘટાડો નોંધાયો હતો. અને  મૃત્યુમાં ગઈકાલ કરતા ઘટાડો થયો છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે શનિવારે રાજ્યમાં કોરોનાના 4710 કેસ નોંધાયા હતા. આજે રવિવારે 3897 કેસ નોંધાતા 813 કેસનો ઘટાડો થયો છે. રાજ્યમાં આજે 10,273 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 44618 છે. જેમાં વેન્ટીલેટર પર 225 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 44393 છે,

ગુજરાતમાં કોરોનાના આજે 3897 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 1263 કેસ, સુરત શહેરમાં 147, કેસ, વડોદરા શહેરમાં 777,  અને જિલ્લામાં 203, કેસ, આણંદમાં 59  કેસ, કચ્છમાં 131, કેસ, રાજકોટ શહેરમાં 99, કેસ, ખેડામાં 80, કેસ  ભરૂચમાં 47, કેસ, અમદાવાદ જિલ્લામાં 25,  કેસ, ગાંધીનગર શહેરમાં 113, કેસ, અને જિલ્લામાં 54, રાજકોટ જિલ્લામાં 67, કેસ, ભાવનગર શહેરમાં 36, કેસ અને જિલ્લામાં 2, કેસ, જામનગર શહેરમાં 18, કેસ, તેમજ સાબરકાંઠામાં 52, અને બનાસકાંઠામાં 139, કેસ, પાટણમાં 33, અને સુરેન્દ્રનગરમાં 6 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે  19નાં મોત નિપજ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code