કિચન ટિપ્સ- બટાકાના સમોસા ખાયને કંટાળ્યા છો તો હવે ઘરે બનાવો આ મેગી મસાલા સમોસા
સાહિન મુલતાનીઃ-
મેગી એવી વસ્તુ છે કે જે ઝડપી બનીજવાથી સૌ કોઈને પસંદ હોય છે અને તરત ખાવા માટેનો તે બેસ્ટ ઓપ્શન હોય છે જોકે મેગી મેંદામાંથી બનતી હોવાથી તેને વાંરવાર ન ખાવી જોઈએ ,ક્યારેક ખાી લઈએ તો મુશ્કેલી નહી સર્જાય.મેગી માંથી આપણે એવનવી વાનગીઓ બનાવતા જોઈ હશે આજે મેગીના સમોસા બનાવીશું તે પણ ટેસ્ટી અને મજેદાર,જે સો કોઈને ચોક્કસ ભાવશે, થોડી મહેનત લાગશે પણ એક નવી વાનગી ખાવા મળશે
સામગ્રી
- 2 નાના પેકેટ – મેગી
- 1 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 10 થી 12 નંગ – લીલા મરચા કરતેલા
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 100 ગ્રામ – ચીઝ
- 1 ચમચી – મરીનો પાવડર
- જરુર પ્રમાણે – સમોસાની પટ્ટી
– સૌ પ્રથમ મેગીને ગર પાણીમાં બાફીલો.
– ત્યાર બાદ તેને પાણીમાંથી કોણાવાળઆ વાસણમાં બરાબર નીતારવા મૂકી દો અને બરાબર કોરી કરી લો,
– હવે એક બાઉલમાં મેગી લો, તેમાં મેગી મસાલો એડ કરી દો,
– હવે ડુંગળીને સમારીને તેમાંથી પાણી નીતારી લેવું આ ડુંગળી મેગીમાં એડ કરો
– હવે સ્વાદ પ્રમાણે મીઠું ,ડુંગળી અને સમા,ેલા લીલા મરચા મેગીમાં એડ કરવા
– ત્યાર બાદ ચિઝને મેગી વાળઆ બાઉલમાં છીણી લેવું
– હવે સમોસાની પટ્ટી લો, તેમાં જરુર પ્રમાણે મેગીનું સ્ટફિંગ ભરીને બધા સમોસા તૈયાર કરીલો
– હવે આ સમોચાને ડિપ ફ્રાય કરીલો, સમોચા ગરમ ખાશો એટલે અંદર ચિઝ મેલ્ટ થી ગયું હશે જે તમારી મેગીના સ્વાદને બમણો કરશે, તો આજે જ ટ્રાય કરો મેગીના ચિઝ વાળા ટેસ્ટી સમોસા